Wednesday, March 4, 2026

અમદાવાદમાં ફરી પોલીસનો તોડકાંડ, ફાઈનલ જોવા આવેલા યુવાન પાસેથી ખંખેર્યા 20 હજાર, જાણો સમગ્ર મામલો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા કરતો વધુ એક તોડકાંડ પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદનાં રીંગ રોડ પર ફરી એક વખત પોલીસે દિલ્હીથી મેચ દેખવા આવેલ યુવકનો તોડ કર્યાનો બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે. જેમાં દિલ્હીથી મેચ જોવા આવેલા યુવક પાસે દારૂની બોટલ સાથે પકડાતા પોલીસકર્મીએ ફરિયાદ નોંધવાની જગ્યાએ યુવકનો તોડ કર્યા હતો. ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપની ફાઈનલ મેચ રમાઈ હતી. ભારતીય ટીમ ફાઈનલ રમતી હોવાને કારણે દેશભરમાંથી મેચ જોવા માટે અનેક લોકો અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન મેચના બંદોબસ્તમાં રહેલા ટ્રાફિક પોલીસને દિલ્હીથી આવેલા એક યુવક પાસે દારૂની બોટલ મળી આવી હતી. આ બાબતે પોલીસ અને યુવક વચ્ચે માથાકૂટ પણ થઈ હતી. પોલીસ દ્વારા આ યુવકને પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે આસપાસના વિસ્તારમાં ફેરવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની પાસેથી ઓનલાઈન 20 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. પોલીસે આ યુવક પાસે તોડ કરી 20 હજાર રૂપિયા પડાવ્યા હતા. હવે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસની જવાબદારી ડિવિઝન ટ્રાફિક ACP ને સોંપવામાં આવી છે.

આ સમગ્ર બનાવ પ્રકાશમાં આવતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો. હાઈકોર્ટ દ્વારા થોડા સમય પહેલા બોપલ રિંગ રોડ પર થયેલ તોડકાંડ મામલે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા હતા. ત્યારે ગત રોજ રવિવારે પોલીસ કર્મીનો દ્વારા વધુ એક તોડ કાંડ પ્રકાશમાં આવતા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...