Monday, April 27, 2026

TRB જવાનો માટે ગુડ ન્યૂઝ, TRB જવાનોને છુટા કરવાનો નિર્ણય મોકફ રાખ્યો

spot_img
Share

ગાંધીનગર : TRB જવાનોને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. TRB જવાન મુદ્દે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. જોકે આ બેઠક પૂર્ણ થતાં TRB જવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હાલમાં TRB જવાનોને ફરજ પરથી મોકૂફ કરવાનો નિર્ણય મુલતવી રખાયો છે. જો કે શિસ્ત ભંગના કેસોમાં પણ પરત નહી લેવાય.

પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગરમાં TRB જવાન મુદ્દે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી.TRB જવાનોને ફરજ પરથી મોકૂફ કરવાનો નિર્ણય મુલતવી રખાયો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તથા કે કૈલાશનાથન પણ આ બેઠકમાં હજાર રહયા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા હતા.

મહત્વનુ છે કે વર્ષોથી TRB તરીકે ફરજ બજાવતા જવાનોને ફરજ મોકૂફ કરવાની વાત સામે આવતા છેલ્લા 3 દિવસ થી ઠેર ઠેર આંદોલન થઈ રહા છે. તમામ જીલ્લોના TRB જવાનો આ આંદોલનમાં જોડાઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે મળેલી બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય કરાયો છે.

જેમાં હાલ TRB જવાનોને ફરજમાંથી મોકૂફ કરવાનો નિર્ણય મોકૂફ રખાયો છે. સાથે જ TRB જવાનોમાં જેની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી હશે તથા ભ્રષ્ટાચારની ફરિયાદ હશે એમને પણ ફરજમાં પાછા ન લેવા વિચારણા કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે સાંજ સુધીમાં જાહેરાત પણ થઇ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...