Tuesday, April 28, 2026

9 થી 12 જાન્યુઆરી વચ્ચે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના હોય તો વાંચી લો આ એડવાઈઝરી

spot_img
Share

અમદાવાદ : ગાંધીનગરમાં આગામી 10મી જાન્યુઆરીથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 શરૂ થઇ રહી છે, આ વર્ષે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. જેને લઈ પાંચ દિવસ સુધી દેશ-વિદેશના વીવીઆઈપી લોકો આવવાના છે. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર વીવીઆઈપી મુવમેન્ટ જોવા મળશે. જેમાં અનેક દેશના રાષ્ટ્રાધ્યક્ષ અને મંત્રીઓ પણ આવી રહ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટે સામાન્ય મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે. અને તેની અંદર રસ્તાઓનું ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યું છે.

અમદાવાદ એરપોર્ટે ટ્વીટ કરીને માહિતી આપી છે. આગામી 9થી 12 જાન્યુઆરી દરમિયાન આયોજિત મેગા ઈવેન્ટને ધ્યાનમાં રાખીને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મુસાફરી સંબંધિત ઔપચારિકતાઓ અને ફરજિયાત સુરક્ષા પ્રોટોકોલ માટે વધારાનો સમય ફાળવવા મુસાફરોને વિનંતી કરી છે. એટલે કે જે મુસાફરો ટ્રાવેલિંગ કરી રહ્યા છે તેમણે 9થી 12 જાન્યુઆરી દરમિયાન એરપોર્ટ નક્કી સમય કરતાં વહેલા પહોંચી જવું પડશે. કારણ કે વીવીઆઈવી મુવમેન્ટને કારણે ઔપચારિકતાઓમાં વધારે સમય લાગી શકે છે. જેને લઈને અમદાવાદ એરપોર્ટે એડવાઈઝરી જાહેર કરી છે.

9 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર, એકઝીબીશન સેન્ટર તથા ગીફટ સીટી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા દેશ વિદેશના મહાનુભાવો આવવાના છે, જેને અનુલક્ષીને સુરક્ષા મજબૂત રાખવામાં આવી છે. મહાત્મા મંદિર, એકઝીબીશન તથા ગીફટ સીટી ખાતે યોજાનાર કાર્યક્રમ માટે જે તે જગ્યાએ ડ્રોન દ્વારા થ્રીડી મેપીંગ કરવામાં આવ્યુ છે તથા જરૂરી સી.સી.ટી.વી. કેમેરા તથા પાર્કીંગમાં પી.ટી. ઝેડ કેમરા તેમજ એન્ટ્રી-એકઝીટ પર કેમરા લગાવવામાં આવ્યા છે.

ડીપ્લોયમેન્ટ માટે પણ પ્લાનીંગ કરવામાં આવ્યુ છે તેમજ આર.એફ.આઇ.ડી બેઝડ મહાનુભાવોના પ્રવેશ તેમજ મુલાકાતીઓના વાહનોના પાર્કિંગ માટે સીસ્ટમ ઉભી કરવામાં આવી છે. કોમ્યુનિકેશન માટે ફ્રીકવન્સી ચેનલ ઉભી કરી છે. તમામ સ્થળો પર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા સિકયુરીટી મોનીટરીંગ માટે અલગ અલગ કંન્ટ્રોલ રૂમ તેમજ સી.સી.ટી.વી. કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે તથા અમદાવાદ શહેર તથા ગાંધીનગર જીલ્લા પોલીસ એક બીજા સંકલનમાં રહે તે માટે રીપીટર થ્રુ ચેનલ ઉભી કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...