Monday, September 21, 2026

ગુજરાતીઓ માટે ખુશખબર: 5 ફેબ્રુઆરીથી અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી STની AC વોલ્વો બસ દોડશે

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાંથી અન્ય રાજ્યો કે દેશમાં જવા માટે મોટાભાગે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાની હોય છે.ખાસ કરીને સૌરાષ્ટ્રથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મુસાફરી કરવા માટે અનેક મુસાફરો અમદાવાદ એરપોર્ટ પહોંચે છે. ત્યારે તેમની સુવિધામાં વધારો કરવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા આગામી 5 ફેબ્રુઆરી, 2024થી 553 રૂપિયાના ભાડામાં અમદાવાદ એરપોર્ટથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધીની AC વોલ્વો બસ શરૂ કરવામાં આવી રહી છે.

આગામી 5 ફેબ્રુઆરી, 2024થી રૂ.553ના ભાડામાં અમદાવાદ એરપોર્ટથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધીની AC વોલ્વો બસ શરૂ કરવામાં આવી રહી છે. આ બસ સેવા શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ સૌરાષ્ટ્રથી આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ તરફ આવનાર મુસાફરોને વધુ સુવિધાસભર બસ કનેક્ટિવિટી મળી રહે. સવારે અને સાંજે બસ સેવા પૂરી પાડવામાં આવશે. મહત્ત્વનું છે કે ભારતમાં પ્રથમ વખત આ પ્રકારે એરપોર્ટ પર અન્ય જિલ્લામાં જવા માટે બસપોર્ટ આપવામાં આવશે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ખાસ પ્રકારના પોટા કેબિન દ્વારા બસ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. AC વોલ્વો બસ સીટર બસ રહેશે. જેમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી સવારે 6 વાગ્યે રાજકોટ જવા બસ રવાના થશે. સાંજે 5 વાગ્યે રાજકોટ બસ ટર્મિનલથી અમદાવાદ એરપોર્ટ ખાતે આવવા માટે બસ રવાના થશે. હાલમાં એક વખતની મુસાફરીનું ભાડું રૂ. 553 રાખવામાં આવ્યું છે.

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ જતી AC વોલ્વો બસના રૂટની વાત કરવામાં આવે તો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વાયા-નરોડા, ગીતા મંદિર, નેહરૂનગર, લીમડી, ચોટીલા હાઈ-વેથી રાજકોટ પહોચશે. મુસાફરો ઘરે બેઠા આ બસ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની વેબસાઇટ www.gsrtc.in પર તેમજ Google Play Storeમાં GSRTC Official download કરી એડવાન્સ ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી શકશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સવલત માટે અનેક નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...