Saturday, September 26, 2026

સેટેલાઇટમાં 1 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, દીકરીને ડૉક્ટર બનાવવા ‘પિતા બન્યો ચોર’

spot_img
Share

અમદાવાદ : સેટેલાઇટમાં ઘરઘાટીએ કરેલ એક કરોડના મત્તાની ચોરી કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઘરઘાટી રાજા ઉર્ફે મોન્ટુ ચૌધરીનીની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ક્રાઇમબ્રાન્ચની પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી ઘરઘાટીને દેવું થઇ જતા ચોરીનો પ્લાન બનાવ્યો હતો. આરોપીની પુત્રી મેડિકલનો અભ્યાસ કરતી હોવાથી પુત્રીને એજ્યુકેશન લોન અને પર્સનલ લોનમાં દેવું થઈ જતાં ચોરી કરી હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સેટેલાઈટમાં આવેલ સુમધુર સોસાયટીમાં વેપારીના ઘરે ઘરઘાટી તરીકે નોકરી કરીને માલિકનો વિશ્વાસ કેળવી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જોકે ચોરીના સીસીટીવીનાં આધારે ક્રાઇમ બ્રાન્ચે વેસ્ટ બંગાલથી આરોપી રાજા ચૌધરીની ધરપકડ કરીને ચોરીના 6.70 લાખના દાગીના કબજે કર્યા છે.આ ઘરઘાટી ડિજિટલ તિજોરીમાંથી ચોરી ફરાર થઈ ગયો હતો. જે તિજોરીમાં રોકડ, સોના ચાંદીના દાગીના, હીરાનાં ડાયમંડ મળી આશરે એક કરોડનો મુદ્દામાલ હતો.જેમાં આરોપી રાજા ચૌધરીની પૂછપરછમાં સામે આવ્યું કે તેની પુત્રી મેડિકલનો અભ્યાસ કરે છે જે એજ્યુકેશન લોન અને પર્સનલ લોન લીધી હોવાથી દેવું થઈ ગયું હતું. જે દેવું પૂરું કરવા માટે ચોરી કરી હોવાનું કબલ્યું છે.

પકડાયેલ આરોપી રાજા ચૌધરી પોતાની પુત્રીને ડોકટર બનાવવા માટે ચોર બન્યો હતો. જેમાં આરોપી રાજા ચૌધરી વેસ્ટ બંગાલથી દોઢ મહિના પહેલા ચોરી કરવા ઘરઘાટી બન્યો હતો. જેમાં પોતાની ઓળખના પુરાવા અને નામ પણ ખોટું આપ્યું હતું. ઘરઘાટી નોકરી માટે પોલીસ વેરિફિકેશનમાં ખોટું આધારકાર્ડ આપ્યું હતું. જેમાં રમેશ ચક્રબોર્તી નામનું આધાર કાર્ડ આપ્યું હતું. જેને લઇ તપાસ કરી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...