Sunday, March 1, 2026

લેન્ડ લીઝ હોલ્ડ ટુ લેન્ડ ફ્રી હોલ્ડ મામલે હાઉસીંગ રહીશો મુંઝવણમાં, હાઉસીંગ બોર્ડ વિગતવાર ખુલાસો કરે…!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાનગીમાં અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટની દિશામાં આગળ વધી રહી છે ત્યારે હાઉસીંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં કેટલાંય સમયથી અનેકગણી જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે.જેને પરિણામે અનેક હાઉસીંગ સોસાયટીઓ અને ખાનગી સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં રસ દાખવી રહી છે.

હાઉસીંગ સોસાયટીઓ અને ખાનગી સોસાયટીઓ રિડેવલપમેન્ટની વાત કરીએ તો ખાનગી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા હાઉસીંગ સોસાયટીની સરખામણીમાં સરળ છે કારણ કે ખાનગી સોસાયટીઓમાં મકાન માલિક જ જમીનના માલિક હોય છે કે જયાં 75 ટકા સંમતિ આવતા રિડેવલપમેન્ટ થઈ શકે છે જયારે હાઉસીંગ બોર્ડની સોસાયટીઓમાં જમીન માલિક હાઉસીંગ બોર્ડ હોવાને કારણે જમીનના મુળ હક્કો હાઉસીંગ બોર્ડ પાસે હોય છે, હાલમાં પણ તે જમીનના 7/12 ના ઉતારામાં બોર્ડનું નામ હોય છે, હાઉસીંગ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે તે જમીન પરના એનએ ચાર્જ અને બેટરમેન્ટ ચાર્જ બોર્ડ દ્વારા જ ભરવામાં આવે છે.આમ હાઉસીંગ બોર્ડની સોસાયટીઓની જમીન માલિકીને લઈને રિડેવલપમેન્ટની સમગ્ર પ્રક્રિયા હાઉસીંગ બોર્ડ દ્વારા સીધી દેખરેખ થાય છે.

હાઉસીંગ બોર્ડની સોસાયટીઓના રિડેવલપમેન્ટની વાત કરીએ તો મોટાભાગની સોસાયટીઓ 35 થી 40 વર્ષ જુની છે તો કેટલીક તો 40 થી 45 વર્ષ જુની છે, તો અનેક સોસાયટીઓ જર્જરીત અવસ્થામાં છે, તો કેટલીક સોસાયટીઓ ખૂબ જ જર્જરિત અવસ્થામાં છે.લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.ત્યારે વર્તમાન સમયમાં કેટલીક સોસાયટીઓ ડીમોલાઈઝ થઈ છે, કેટલીક સોસાયટીઓ એમઓયુ સ્ટેજ પર છે, કેટલીક સોસાયટીઓ સંમતિની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે હાઉસીંગ બોર્ડ દ્વારા અનેક હાઉસીંગની જર્જરીત સોસાયટીઓના સીધા ટેન્ડર કર્યા છે, આવા સમયે છેલ્લાં કેટલાક સમયથી લેન્ડ લીઝ હોલ્ડ ટુ લેન્ડ ફ્રી હોલ્ડનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે.જેને કારણે અનેક હાઉસીંગ રહીશો મુંઝવણમાં હોવાનું જાણવા મળ્યું છે.જેમાં લીઝ ડીડને લઈને કેટલાક રહીશોએ હાઈકોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો છે.

તમને જણાવી દઈએ કે વર્ષ-2021માં ગુજરાત હાઉસીંગ બોર્ડના તત્કાલીન હાઉસીંગ કમિશ્નર લોચન સહેરા દ્વારા સરકારમાં લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ કરવા બાબતનો મંજુરી માંગતો એક પત્ર વાયરલ થયો છે જેમાં ફલેટ પ્રકારની યોજનામાં જમીન લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ કરવામાં આવે તો લાભાર્થી/એસોસિએશન તેઓની યોજનાની જમીન લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ જાતે તબદીલ કરી જાતે ડેવલપર નક્કી કરી શકશે અને તેઓ પોતાની જરૂરિયાત મુજબના આવાસો બનાવી શકશે.કેટલાંક આગેવાનો અને રહીશો દ્વારા આ પત્રને લઈને હાઉસીંગના રહીશો પોતાની સોસાયટીઓમાં જમીન લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ કરાવવા માગણી કરી રહ્યા છે.અહીં તમને એ પણ જણાવી દઈએ કે હાઉસીંગ બોર્ડ દ્વારા ફલેટ પ્રકારના બાંધકામોને બાદ કરતા પ્લોટ, ટેનામેન્ટ અને બંગલોમાં આ સ્કીમ (પોલીસી) વર્તમાન સમયમાં ચાલુ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

આમ રિડેવલપમેન્ટ મામલે હાઉસીંગ પોલીસી, જમીન લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ મામલે અનેક સોસાયટીઓમાં અનેક રહીશો મુંઝવણમાં હોવાનું વોટ્‌સઅપ ગ્રુપની ચર્ચાઓના આધારે જણાઈ રહ્યું છે.આ ઉપરાંત રિડેવલપમેન્ટમાં જોડાવવા બાબતે રહીશો પણ અસમંજસમાં રહે છે, આવાજ કારણો ને લીધે કેટલીય સોસાયટીઓ હાલ લટકેલી સ્થિતિમાં છે. પરંતુ આ બધાની વચ્ચે હાઉસિંગ બોર્ડ લેન્ડ લીઝ હોલ્ડ કે લેન્ડ લીઝ હોલ્ડ ટુ લેન્ડ ફ્રી હોલ્ડ વિષયે ચૂપ છે અને તે આ વિષય પર કોઈ પ્રકાશ પાડતું નથી, તે કારણ સમજાતું નથી. સમાજના બહોળા વર્ગને સ્પર્શતો આ ખૂબ નાજુક મુદ્દો છે જેથી હાઉસિંગ બોર્ડ એ ચૂપ ના રહેતા, આ બાબતે જરૂરી સમજણ સાથેનો ખુલાસો કરવો જોઈએ.હાઉસીંગ બોર્ડનું મૌન અનેક પ્રશ્નો ઉભા કરે છે કે તેને શંકાના દાયરામાં મૂકે છે. તો શું આ મુદ્દો ખરેખર કેટલા અંશે યોગ્ય કે અયોગ્ય છે, માહિતી જાણવાનો હાઉસીંગ રહીશોને પૂરો અધિકાર છે. આ બાબતે સંપૂર્ણ માહિતી હાઉસીંગ બોર્ડ કોઈ પણ માધ્યમ દ્વારા સમગ્ર ગુજરાતના હાઉસીંગના રહીશો સુધી પહોંચાડે એવી લોકોની માંગ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...