Wednesday, April 29, 2026

ગુજરાતની 6 આયુર્વેદ કોલેજોની માન્યતા રદ્દ કરાઈ, એડમીશન લેતા પહેલા જુઓ યાદી

spot_img
Share

અમદાવાદ : ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ રાજ્યની ઘણી આયુર્વેદિક કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કડક પગલાં લીધાં છે. યુનિવર્સિટીએ આ વર્ષે અમદાવાદ, ગાંધીનગર, કલોલ, મહિસાગર, આણંદ અને ગોધરા જિલ્લામાં આવેલી 6 આયુર્વેદ કોલેજોને માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદની સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજનો પણ સમાવેશ થાય છે.

સામાન્ય રીતે સરકારી કોલેજોમાં આવી કડક કાર્યવાહી ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ અમદાવાદની સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજમાં ઓપીડી અને આઈપીડી ત્રણ અલગ-અલગ જગ્યાઓ હોવાથી જોડાણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. અખંડાનંદ આયુર્વેદ કોલેજ સિવાય બાકીની પાંચ સેલ્ફ ફાયનાન્સ કોલેજોનું જોડાણ રદ કરવામાં આવ્યું છે.

કઈ કઈ કોલેજનું જોડાણ રદ થયું?

1 સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદ
2 શ્રી બાલા હનુમાન આયુર્વેદ કોલેજ, ગાંધીનગર
3 અનન્યા કોલેજ ઓફ આયુર્વેદ, કલોલ
4 ધન્વન્તરી આયુર્વેદ કોલેજ-હોસ્પિટલ, મહિસાગર
5 ભાર્ગવ આયુર્વેદ કોલેજ, આણંદ
6 જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજ ગોધરા

આ 6 કોલેજોનું જોડાણ રદ થવાનને કારણે ગુજરાતની 29 આયુર્વેદિક કોલેજોની 2400 બેઠકોમાંથી 330 બેઠકો ઘટી જશે અને 26 કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. મુકુલ પટેલે જણાવ્યું હતું કે પ્રોફેસરો અને લેબ સહિતની જરૂરી સુવિધાના અભાવે કોલેજો સામે કાર્યવાહી કરવી પડી હતી. દર વર્ષે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. નિરીક્ષણ, સુનાવણી, શૈક્ષણિક સમિતિ અને બોર્ડ ઓફ ગવર્નર્સ આ બાબતો પર નિર્ણય લે છે. ટીચિંગ સ્ટાફ અને હોસ્પિટલોની ગુણવત્તા સુધારવા માટે પગલાં ભરવા પડશે, જેથી કોલેજોમાં ટૂંક સમયમાં સુધારો જોવા મળી શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...