Friday, May 1, 2026

વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ આનંદો : ઓગસ્ટમાં સાત દિવસ મળશે રજા, જુઓ હોલિડે લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : બે દિવસ પછી તહેવારોનો મહિનો એટલે ઓગસ્ટ શરૂ થવા જઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં શાળા, બેંકો અને સરકારી ઓફિસોમાં ઘણી રજાઓ આવી રહી છે. વાસ્તવમાં આ ઓગસ્ટ મહિનામાં બીજા અઠવાડિયામાં અને ત્રીજા અઠવાડિયામાં બેંકોમાં સતત બે-બે દિવસ રજા રહેશે. કારણ કે 10 અને 24 ઓગસ્ટે બીજો અને ચોથો શનિવાર આવી રહ્યો છે અને આ દિવસે બેંકોમાં રજા હોય છે. તો 11મી અને 25મી ઓગસ્ટે સાપ્તાહિક રજા રહેશે. અહીં જુઓ બેંકોની સાથે જ શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં ઓગસ્ટ મહિનાની રજાઓની સંપૂર્ણ યાદી, ક્યારે છે રક્ષાબંધન, ક્યારે ઉજવાશે જન્માષ્ટમી…

આ વખતે 15મી ઓગસ્ટનો સ્વતંત્રતા દિવસ ગુરુવારે આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ગુરુવારે બેંકો બંધ રહેશે. શાળાઓ અને કચેરીઓમાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જાહેર રજા રહેશે. 15મી ઓગસ્ટ પછી 18મી ઓગસ્ટે રવિવાર હોવાથી સાપ્તાહિક રજા રહેશે. તો રક્ષાબંધનનો તહેવાર 19મી ઓગસ્ટ સોમવારના રોજ માનવવામાં આવશે. રવિવાર અને રક્ષાબંધનના કારણે મહિનાના ત્રીજા સપ્તાહમાં એકસાથે બે રજાઓ રહેશે. એટલે કે 18 અને 19 ઓગસ્ટે સરકારી કચેરીઓ, સ્કૂલોમાં રજા રહેશે.

ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં બેંક કર્મચારીઓની મોજ રહેશે. કારણ કે આ સપ્તાહમાં સતત ત્રણ દિવસ બેંક રજા રહેશે. 24મી ઓગસ્ટે ચોથો શનિવાર હોવાથી બેંકો બંધ રહેશે. તો રવિવારના કારણે 25મી ઓગસ્ટે સાપ્તાહિક રજા હોવાથી અને ત્યારબાદ 25મી ઓગસ્ટને સોમવાર સિવાય 26મી ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે, તેથી આ દિવસે બેંકો તેમજ શાળા, કોલેજો અને ઓફિસોમાં જાહેર રજા રહેશે.

શાળા, કોલેજો અને સરકારી કચેરીઓમાં રજાઓની યાદી
– 4 ઓગસ્ટ (રવિવાર)
– 11 ઓગસ્ટ (રવિવાર)
– 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ)
– 18 ઓગસ્ટ (રવિવાર)
– 19 ઓગસ્ટ (રક્ષાબંધન)
– 25 ઓગસ્ટ (રવિવાર)
– 26 ઓગસ્ટ (જન્માષ્ટમી)

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...