Wednesday, March 11, 2026

અમદાવાદમાં ACBની ટ્રેપ, ESICના આસિ.ડાયરેકટર 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ઈન્કટેકસ ચાર રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવી ACB એ ક્લાસ-1 અધિકારીને લાંચ કેસમાં ઝડપ્યા છે. આસિસ્ટન્ટ ડાયરેકટર કમલકાંત પ્રભુદયાલ મીણાની રૂપિયા 3 લાખના લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.ESI પેટે 46.29 લાખની નોટિસ અપાતા અધિકારીએ લાંચ માગી હતી અને નોટિસની રકમ 2 લાખ કરવા ખાતરી આપી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એક બિઝનેસમેનને ESIC તરફથી કર્મચારીઓના વીમાની કપાત (ESI) પેટે રૂપિયા 46,29,082ની નોટિસ આપવામાં આવી હતી. આ બાબતે કોઈ રકમ બિઝનેસમેનને ભરવાની થતી ન હતી. સમગ્ર મામલે બિઝનેસમેન જરૂરી દસ્તાવેજો સાથે કમલકાંત મીણાને મળવા જઈ રજૂઆત કરી હતી. આ સમયે આસિ. ડાયરેક્ટર કમલકાંત મીણાએ મામલો પતાવવા શરૂઆતમાં 4 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. રક્ઝકના અંતે 3 લાખ નક્કી કર્યા હતા. જ્યારે નોટિસની રકમ 46,29,082 રૂપિયામાંથી 2 લાખ કરી આપવાની ખાતરી કમલકાંત મીણાએ આપી હતી.બિઝનેસમેન લાંચ આપવા તૈયાર ન હોવાથી ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યો હતો.

આજે અમદાવાદ આશ્રમ રોડ ખાતે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીના પ્રથમ માળે ACBએ ટ્રેપ ગોઠવી હતી. કમલકાંત મીણાએ રૂપિયા 3 લાખની લાંચ સ્વીકારતા ACB ટીમે તેમને ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી હતી.ACB અમદાવાદના પીઆઈ એ. કે. ચૌહાણ અને તેમની ટીમે ટ્રેપ ગોઠવી હતી. જ્યારે પીઆઈ એન. બી. સોલંકી તેમની મદદમાં હતા. સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ નિયામક જી.વી.પઢેરીયા રહ્યાં હતાં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...