Monday, April 20, 2026

દિવાળીની રજાને લઇને મોટા સમાચાર, દિવાળી-બેસતા વર્ષ વચ્ચે પડતર દિવસે રજા જાહેર

spot_img
Share

ગાંધીનગર : દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સરકારી કર્મચારીઓ માટે દિવાળીની રજાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે 31 ઓક્ટોબરના ગુરૂવારે દિવાળી છે. ત્યારે દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે આવતા પડતર દિવસે રજા જાહેર કરવામાં આવી છે. આ વચ્ચે દિવાળી બાદ આવતા પડતર દિવસે એટલે કે શુક્રવારે સરકારી કચેરીઓ ચાલુ રાખવામાં આવી હતી. જોકે, હવે સરકારે 1 નવેમ્બર 2024ના શુક્રવારના કચેરી બંધ રાખી તેના બદલામાં 9 નવેમ્બર 2024ના બીજા શનિવારના રોજ કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્ય સરકાર દ્વારા કેલેન્ડર વર્ષ 2024 માટે જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે. તે મુજબ તા. 31 ઓક્ટોબર 2024ના ગુરૂવારના રોજ દિવાળીની જાહેર રજા છે. ત્યાર બાદ તા. 2 નવેમ્બર 2024ના શનિવારના રોજ નૂતન વર્ષ દિન નિમિત્તે જાહેર રજા તથા તા. 3 નવેમ્બર 2024ના રોજ ભાઈબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. જ્યારે આ રજાઓ વચ્ચે 1 નવેમ્બર 2024 શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ છે.

દિવાળી પર્વમાં સરકારી અધિકારી, કર્મચારીઓ તહેવાર માણી શકે તે માટે તા. 1 નવેમ્બર 2024 શુક્રવારના રોજ તમામ કચેરીઓ (પંચાયત અને રાજ્ય સરકારના બોર્ડ, કોર્પોરેશન સહિત) બંધ રહેશે અને તેના બદલે તા. 9 નવેમ્બર 2024ના બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...