Saturday, June 20, 2026

ખાનગી સોસાયટીમાં રિડેવલપમેન્ટ કેવી રીતે કરવું ? જાણો ઉપયોગી માહિતી

spot_img
Share

અમદાવાદ : પ્રાઇવેટ સોસાયટીમાં જમીનની માલિકી હક જે તે સોસાયટીના સભ્યો એટલે કે એસોસિએશન પાસે હોય છે. જેથી એસોસિએશન દ્વારા કાયદામાં દર્શાવેલ નિયમો પ્રમાણે રિડેવલપમેન્ટમાં જઈ શકે છે. જેમાં સોસાયટીનો સામાન્ય જનરલ મીટીંગ (AGM or EGM) બોલાવવી, મીટીંગ માટે લેખીત સરક્યુલર દરેક સભ્યના ઘરે પહોંચાડવો, સરક્યુલર એજન્ડામાં સોસાયટીને રિડેવલપમેન્ટમાં લઈ જવા વિષય તથા AGM ની તારીખ, સમય, સ્થળ તથા કોરમની સ્પષ્ટતા વગેરે હોવા જાેઈએ. એજીએમમાં હાજર સભ્યોની સહી રજીસ્ટરમાં કરાવવી, લેખીત,વીડીયો કે ફોટો રેકોડ્‌ર્સ રાખવા, જરૂરી ઠરાવો કરવા તથા રિડેવલપમેન્ટ સંબંધીત કમીટી બનાવવી અને બહુમત માન્યતા સાથે મેનેજમેન્ટ/રીડેવલપમેન્ટ/એસોસીએશન કમીટીને રિડેવલપમેન્ટ સંબંધીત અનેક સત્તાઓ આપતો ઠરાવ કરવો, તથા આંતરીક કે બાહ્ય લીગલ,સીવીલ કે આર્કિટેક વગેરે પ્રોફેશનલ એજન્સી હાયર કરી કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્સી દ્વારા પ્રોજેક્ટ બનાવવો પડે. જેમાં આધુનીક સગવડો, નકશા, ડીઝાઈન, યુનીટ તથા લેઆઉટ, પાર્કિંગ, રેન્ટ, વધારાનો એરીયા, દસ્તાવેજ, મકાનની ફાળવણી, અન્ય પ્રત્યક્ષ પરોક્ષ લાભાલાભ, ટેક્ષેશન,લીગલ, બાંધકામ વગેરેનો સમાવેશ થાય છે.જેના પરથી એસોસિએશન દ્વારા જાહેરાત આપી બિલ્ડરના ટેન્ડર મંગાવવામાં આવે છે અને ડેવલોપર દ્વારા તે ટેન્ડર ભરવામાં આવે છે જે તે નિયુક્ત કરેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કે આર્કિટેક તથા એસોસિએશન કમિટી સભ્યો આ બધા ભેગા થઈ તે પ્રોજેક્ટના આવેલા ટેન્ડરના રિવ્યુ કરે છે અને એમાંથી કયા બિડરની ઓફર સૌથી સારી છે રેવન્યુ વાઈસ,ક્વોલેટી ઓફ વર્ક, બેંક ગેરંટી, રેન્ટ, વધારાનો એરીયા, કોમ્પેનશેશન વિગેરે તેને ધ્યાન રાખી તેનો ર્નિણય લેવાય છે. ત્યારબાદ તે સંબંધે જરૂરી પરીબળો સાથે લેખીત રજીસ્ટર્ડ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ સોસાયટી અને બિલ્ડર વચ્ચે કરવામાં આવે છે. અને દરેક વ્યક્તિની વન ટુ વન કન્સેન્ટ લેવામાં આવે છે. જે ૭૫% કે તેથી વધું સભ્યોની ફરજીયાતપણે હોવી જાેઈએ. આ પ્રક્રિયામાં જાે કોઈ એક વ્યક્તિને પણ વાંધો હોય અને મકાન વેચવું હોય તો એ બિલ્ડરને વેચી શકે છે અથવા બિલ્ડર દ્વારા પ્રત્યક્ષ પરોક્ષ રીતે જે તે વ્યક્તિને તેની સમસ્યાનું નિવારણ કરી પ્રોજેક્ટને સફળતા તરફ લઈ જવા માટેના પ્રયત્નો થઈ શકે છે. પરંતુ આ જમીનની માલિકી હોવાના કારણે જ શક્ય બને છે.આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ જાે આ પ્રક્રિયાનો વિરોધ જ કરે તો તે તેનો મૌલિક અધિકાર છે પણ આવી પરીસ્થીતીમાં એના માટે જે તે એસોસિએશનના સહકાર સાથે બિલ્ડર હાઈકોર્ટની અંદર કેસ કરી શકે છે.બહુમત હીતને ધ્યાને રાખતા કાયદાની જાેગવાઈ મુજબ બાકીના ૨૫% સુધીના અસંમત સભ્યોનું નિવારણ કોર્ટ દ્વારા જ દરેક બિલ્ડરે મેળવવું પડે છે અને તેમાં સફળતા વહેલી મોડી મળે જ છે.

નોંધઃ રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં શરૂઆતથી અંત સુધી થતા દરેક કાર્યોની લેખીત નોંધ ક્રમાનુસાર રાખવી. કોઈપણ લીટીગેસન થાય ત્યારે આ લેખીત નોંધ પ્રમાણ તરીકે ઉપયોગી બને છે. રિડેવલપમેન્ટ રાજ્ય સરકારના કાયદાકીય નિયમોની રીતે તથા જે તે વિસ્તારની સ્થાનીક કોર્પોરેશન કે અમલીકરણ સંસ્થા તથા જીડીસીઆરના નિયમો મુજબ જ કરવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...