Thursday, January 15, 2026

SG હાઇવે પર કારનો કાચ તોડી 9.20 લાખની ચોરી, લગ્ન પ્રસંગે આવેલા NRI પરિવારને નિશાન બનાવાયું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા SG હાઇવે પર કારનો કાચ તોડીને મોટી ચોરીની ઘટના સામે આવી છે. સરદાર પટેલ રીંગ રોડને અડીને આવેલા સર્વિસ રોડ પર પાર્ક કરેલી એક ફોર વ્હિલર ક્રેટા ગાડીમાંથી ચોરે રોકડ, મોંઘી જ્વેલરી અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સહિત કુલ રૂપિયા 9,20,000ની મત્તાની ચોરી કરી હતી. આ ઘટનાનો ભોગ બનેલા ફરિયાદી મનિષાબેન પટેલ મૂળ દક્ષિણ અમેરિકાના મિસિસિપીના વતની છે અને તેઓ તેમના ભત્રીજાના લગ્ન પ્રસંગે અમદાવાદ આવ્યા હતા. ત્યારે માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં આ ચોરીનો બનાવ બન્યો હતો, જેના પગલે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 7 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રિના 8.15થી 8.30 વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી. 56 વર્ષીય ફરિયાદી મનિષાબેન પટેલ તેમના બહેનપણી હિતેશ્વરીબેન, રાજેન્દ્રભાઈ અને દર્પીબેન સાથે જમ્યા બાદ પેલેડીયમ મોલ ખાતે ખરીદી કરવા ગયા હતા. રાજેન્દ્રભાઈએ તેમની ક્રેટા ગાડીને મોની થાઈ સ્પા સામે SG હાઇવે સર્વિસ રોડની બાજુમાં પાર્ક કરી હતી અને તેઓ પાન ખાવા ગયા હતા.

જ્યારે રાત્રે લગભગ 8.30 વાગ્યાની આસપાસ મનિષાબેન અને હિતેશ્વરીબેન મોલમાંથી પાછા ફર્યા અને ગાડીનો દરવાજો ખોલ્યો, ત્યારે અંદર કાચના ટુકડા પડેલા જોઈ ચોંકી ઉઠ્યા હતા. તપાસ કરતાં માલૂમ પડ્યું કે ડાબી બાજુના પાછળના દરવાજાનો કાચ તોડી નાખવામાં આવ્યો હતો અને પાછળની સીટ પાસે મૂકેલી વિક્ટોરીયા સીક્રેટ કંપનીની કાળા રંગની બેગ ગાયબ હતી. તાત્કાલિક દર્પીબેન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ચોરો કિંમતી વસ્તુઓ ભરેલી બેગની ચોરી કરીને ફરાર થયા હતા. બેગમાં 3,00,000 રૂપિયા રોકડા, ડાયમંડની ચેઇન ( અંદાજિત કિંમત રૂ. 2,50,000), બે નંગ ડાયમંડની બુટ્ટી (અંદાજિત કિંમત રૂ. 1,00,000), અને બે નંગ ડાયમંડની રીંગ ( અંદાજિત કિંમત રૂ. 70,000) નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, બે મોંઘા આઇફોન પણ ચોરાયા હતા, જેમાં રૂપિયા 1,20,000ની કિંમતનો આઇફોન 17 પ્રો અને રૂપિયા 70,000ની કિંમતનો આઇફોન 16 પ્રો મેક્સ સામેલ છે. છેલ્લે, રૂપિયા 10,000ના પ્રાડા કંપનીના ચશ્માની પણ ચોરી થઈ હતી. પોલીસે હવે આ હાઈવે પરના સીસીટીવી ફૂટેજ ચકાસીને ચોરોને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...