Friday, April 24, 2026

કોમનવેલ્થ બાદ ઓલિમ્પિક પણ યોજાઈ શકે છે ગુજરાતમાં, આ દેશમાં ખોલશે પોતાની ઓફિસ

spot_img
Share

અમદાવાદ : 2030 ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમવા જઈ રહી છે, ત્યારે ઓલિમ્પિક માટે પણ ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. ત્યારે આ દિશામાં ગુજરાત સરકાર પહેલું પગથિયું ભરવા જઈ રહી છે. અહેવાલો મુજબ, ગુજરાત સરકાર સ્વિત્ઝર્લેન્ડના લુસાનમાં એક અલગથી ઓફિસ ખોલશે. 16 થી 20 ડિસેમ્બર સુધી નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી તેમજ ટોચના અધિકારીઓ લુસાનાની મુલાકાત લેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત અને ભારત સરકાર વતી નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અને અધિકારીઓનું પ્રતિનિધિમંડળ ઓલિમ્પિક ફેડરેશન ઉપરાંત વિવિધ રમતોના એસોસિએશનોને મળીને રાજ્યમાં ઓલિમ્પિક યોજવા માટે પ્રેઝન્ટેશન આપશે. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.સૂત્રો અનુસાર કોમનવેલ્થ ગેમ્સના આયોજનની સફળતા ઓલિમ્પિક રમતોના આયોજન માટે વધુ ઉજળી તક ઉભી કરશે. સરકાર માત્ર કોમનવેલ્થ માટે જ તૈયારી નથી કરતી પરંતુ ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી આયોજન કરી રહી છે. આવતા સપ્તાહે લુસાનમાં યોજાનારી મીટિંગ દરમિયાન અનેક બાબતો સામે આવશે.

ઉલ્લેખનીય છે કે સ્વિત્ઝર્લેન્ડના લુસાન શહેરમાં ઓલિમ્પિક એસોસિએશનની મુખ્ય ઓફિસ આવેલી છે. અહીં જ ગુજરાત સરકાર પોતાની ઓફિસ ખોલી તેમાં કન્સલટન્ટની નિમણૂક કરશે. આ ઉપરાંત કેટલીક જગ્યાઓ પર અધિકારી કક્ષાના લોકોની પણ ભરતી કરાશે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આ ઓફિસનો સૌથી મોટો ફાયદો ભવિષ્યમાં ઓલિમ્પિક એસોસિએશન સાથે કોઈપણ પ્રકારનું કમ્યુનિકેશન આ ઓફિસ મારફતે જ થશે.

થોડા દિવસ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ભારત 2036 ઓલિમ્પિકનું પણ આયોજન કરવા માટે લાયક બનશે. તેમણે અમદાવાદમાં આયોજિત સંસદ ખેલ મહોત્સવમાં આ નિવેદન આપ્યું હતું. અમિત શાહે ઉપસ્થિતોને વધુ મોટા કાર્યક્રમો માટે તૈયારી કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે જ્યારે ભારત ઓલિમ્પિકનું આયોજન કરશે, ત્યારે ભારત મેડલ વિજેતા દેશોની ટોચના 5 યાદીમાં હશે. તેમણે સમજાવ્યું કે 2014માં રમતગમતનું બજેટ ₹800 કરોડ હતું, પરંતુ આગામી 11 વર્ષોમાં, તે 2025માં વધીને ₹4,000 કરોડ થઈ ગયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...