Friday, April 24, 2026

અમદાવાદમાં લિકર પરમિટ ફી માં 25 ટકાનો વધારો છતાં ધારકોની સંખ્યામાં ત્રણ ગણો વધારો, જાણો પરમિટ કેવી રીતે મેળવી શકાય?

spot_img
Share

અમદાવાદ : થર્ટી ફર્સ્ટ આવી રહી છે ત્યારે ગુજરાતમાં દારૂની કિંમતમાં તો વધારો થયો જ તેની સાથે પરમિટનો દર વધી ગયો છે. અમદાવાદમાં મેડિકલ ગ્રાઉન્ડ પર મળતી નવી હેલ્થ પરમિટનો દર રૂપિયા પાંચ હજારથી વધારીને રૂપિયાને 25 હજાર, જયારે રિન્યૂ કરાતી પરમિટ દર રૂપિયા 6 હજાર વધારીને રૂપિયા 20 હજાર કરી દેવાયો છે. આ ઉછાળાથી પરમિટ મેળવનારા અરજદારો અને સિવિલ હોસ્પિટલ બંનેમાં ખુશી જોવા મળી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સિવિલ હોસ્પિટલે 2025માં લિકર પરમિટ ફી પેટે રેકોર્ડબ્રેક રૂ. 5.96 કરોડની કમાણી કરી છે. 19 નવેમ્બર 2025થી નવી અને રિન્યુઅલ બંને પરમિટ માટેની મેડિકલ ટેસ્ટ ફીમાં 25 થી 30 ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાથી આ આવક આગામી વર્ષે હજુ વધવાની શક્યતા છે.ગુજરાતમાં 52 હજારથી વધુ લોકો એવા છે, જેમની પાસે દારૂનો પરવાનો છે. આ પૈકી 85 ટકા લોકોએ તો સ્વાસ્થ્યનું કારણ આપીને પરવાનો મેળવેલો છે, જેનો આંકડો 45 હજાર જેટલો છે, જ્યારે રૂ. 551 હંગામી પરમિટ, 3530 મુલાકાતી પરમિટ અને 1743 પ્રવાસી આપવામાં છે. પરમિટ માટેના દરમાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે.

પરમિટ કેવી રીતે મેળવી શકાય?
સરકારી નિયમો મુજબ, અનિદ્રા અને તણાવ જેવી બીમારીઓથી પીડાતા લોકો મેડિકલ ગ્રાઉન્ડ પર લિકર પરમિટ મેળવી શકે છે. અરજદારોએ નશાબંધી વિભાગમાં અરજી કરવાની હોય છે, ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવવો પડે છે અને ‘રોગી કલ્યાણ સમિતિ’માં ફી જમા કરાવવી પડે છે. મેડિકલ રિપોર્ટના આધારે પરમિટ આપવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલે 2024માં 290 નવી પરમિટ આપી હતી, જે 2025માં અત્યાર સુધીમાં વધીને 833 થઈ છે. પુરુષોની સાથે મહિલા પરમિટ ધારકોની સંખ્યા પણ વધી છે. 2024માં 219 મહિલાઓને પરમિટ મળી હતી, જે 2025માં વધીને 235 થઈ છે. પરમિટ ફીમાંથી થતી આવક ‘રોગી કલ્યાણ સમિતિ’માં જાય છે, જેના કારણે 2025માં સિવિલ હોસ્પિટલને મોટી રકમ મળી છે.

ચાલુ વર્ષ દરમિયાન નવી લિકર પરમિટની ફી રૂ. 20,000 અને રિન્યુઅલ ફી રૂ. 14,000 હતી. જોકે, 19 નવેમ્બર 2025થી સિવિલ હોસ્પિટલે આ દરોમાં વધારો કર્યો છે. નવી પરમિટની ફી રૂ. 25,000 અને રિન્યુઅપલ ફી રૂ. 20,000 કરવામાં આવી છે. જેના કારણે 2026માં લિકર પરમિટથી થનારી આવક વધવાની શક્યતા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...