Thursday, September 17, 2026

હોસ્પિટલો માટે નવી ગાઈડલાઈન જાહેર : 12 સપ્ટેમ્બર સુધીમાં કરાવવી પડશે નોંધણી, નિયમ તોડ્યો તો લાખનો દંડ

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતમાં તબીબી સંસ્થાઓના રજિસ્ટ્રેશન અને નિયમન પ્રક્રિયાને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) (સુધારા) વિધેયક-2026’ વિધાનસભા ગૃહમાં વિના વિરોધે પસાર કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત વિધાનસભામાં ‘ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) (સુધારા) વિધેયક 2026’ સર્વાનુમતે પસાર કરાયું છે. રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત તમામ નાની-મોટી હોસ્પિટલોએ આગામી 12 સપ્ટેમ્બર 2026 સુધીમાં સરકારી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. આ પ્રક્રિયામાં તબીબોએ પોતાના શૈક્ષણિક દસ્તાવેજો અને ક્લિનિકના ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના રહેશે, જેથી ‘બની બેઠેલા’ ડોક્ટરોની સચોટ ઓળખ કરી શકાય.

કામચલાઉ (પ્રોવિઝનલ) રજિસ્ટ્રેશન બાબતે સુધારો (કલમ 18): અગાઉની જોગવાઈ મુજબ 12 સપ્ટેમ્બર 2026 પછી કોઈ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન આપી શકાતું નહોતું. નવા સુધારા અનુસાર, રાજ્ય સરકાર જાહેરનામા દ્વારા નિર્દિષ્ટ કરે તે મુદત પછી જ કામચલાઉ રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવશે.

આ સુધારાની આવશ્યકતા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે આનાથી વહીવટી સરળતાની સાથે કોઈ કાયદાકીય ગૂંચ કે પ્રશ્નો ઊભા નહીં થાય. એટલું જ નહીં, જો કોઈ ચિકિત્સા સંસ્થા દ્વારા તેનું પાલન કરવાની બાબતોમાં ચૂક કરશે, તો તેની સામે આ કાયદામાં રૂ. 10 હજારથી રૂ. 5 લાખ સુધીના દંડની તેમજ રજિસ્ટ્રેશન કેન્સલ કરવા સહિતનાં પગલાં લેવાની જોગવાઇ કરવામાં આવી છે.

વધુમાં, જે તબીબી સંસ્થાઓએ નિયત સમય-મર્યાદામાં રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેવી સંસ્થાઓ સામે દંડાત્મક કાર્યવાહીની પણ જોગવાઈ છે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકારના આ અભિગમથી આરોગ્ય સેવાઓની ગુણવત્તા જળવાઈ રહેશે અને નાગરિકો છેતરપીંડીનો ભોગ બનતા અટકશે તેવો વિશ્વાસ આરોગ્ય મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...