Wednesday, July 22, 2026

સિવિલ હોસ્પિટલના ડોક્ટર સાથે છેતરપિંડી, ઠગોએ ટેલિગ્રામ ચેનલ પર ટ્રેડિંગની લાલચ આપી રૂ.69.53 લાખ પડાવ્યા

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે. ગઠિયાઓએ ડોક્ટરને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી વધુ વળતર અપાવવાની લાલચ આપીને ટુકડે ટુકડે રૂપિયા 70 લાખ 65 હજારનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં 1 લાખ 12 હજાર રૂપિયા પરત કરીને બાકીની રકમ 69.53 લાખ પરત ન કરીને છેતરપિંડી કરતાં સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદ સિવિલમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા 39 વર્ષીય પિયુષ કૃષ્ણમુરારી માલવે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જૂન 2025માં ટેલિગ્રામ પર શેરબજારની એક જાહેરાત જોતી વખતે પિયુષભાઈનો સંપર્ક ‘સંજના’ નામની વ્યક્તિ સાથે થયો હતો. ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે ફોરેક્સ ટ્રેડિંગ નામની ચેનલ મારફતે સંજના નામની અજાણી વ્યક્તિએ ટેલિગ્રામ મારફતે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવવા માટે એક વેબસાઇટની લિંક મોકલી હતી. જેમાં ફરિયાદીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બાદમાં અલગ અલગ સમયે ફરિયાદી પાસે લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. જેના બદલામાં તેઓને નફો પણ વેબસાઇટમાં બતાવતા હતા.

પિયુષભાઈએ 27મી જૂન 2025થી 16મી જુલાઈ 2025 સુધીમાં રૂપિયા 17 લાખ 65 હજારનું રોકાણ કર્યું હતું, 17મી જુલાઈ 2025થી 1લી ઓગસ્ટ 2025 સુધીમાં 70 લાખ 65 હજારનું રોકાણ કર્યું હતું. જે રોકાણના બદલામાં તેઓને પ્રથમ 27,285 રૂપિયા નફો જ્યારે બીજા લાખ 85 હજાર નફો આપ્યો હતો. વેબસાઈટ પર તેમને 2,35,664 યુએસ ડૉલરનો નફો થયો હોવાનું આભાસી ચિત્ર બતાવવામાં આવતું હતું.બાદમાં આ સિવાય અન્ય કોઈ નફાની રકમ આપી ન હતી.

જ્યારે પિયુષભાઈએ પોતાનો નફો અને મુદલ રકમ ઉપાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ઠગોએ ઈન્કમ ટેક્સ ભરવાના બહાને વધુ નાણાંની માંગણી કરી હતી. આ સમયે તેમને શંકા ગઈ અને તપાસ કરતા જાણવા મળ્યું કે જે ટેલિગ્રામ આઈડી (Darwinex Global CS) અને વેબસાઈટ દ્વારા તેઓ રોકાણ કરતા હતા તે બદલાઈ ગયા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા તેમણે સાયબર ક્રાઈમ પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...