Thursday, September 17, 2026

અમદાવાદની આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકને થયો કડવો અનુભવ, ખીચડીમાં વંદો નીકળતા AMCએ પેનલ્ટી ફટકારી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાણીપીણીના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના પોશ વિસ્તાર એવા નવરંગપુરામાં આવેલા 1944 હોક્કો કીચનમાં એક ગ્રાહકે મંગાવેલી દાળ ખીચડીમાંથી વંદો નીકળ્યો હતો. એક વર્ષના બાળકે ખીચડી ખાધી પણ હતી, રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહીની માંગ જેથી ગ્રાહકે રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જ્યારે AMCએ તપાસ કરીને રૂ. 10 હજારની પેનલ્ટીની કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ,એક યુવક પોતાના પરિવાર સાથે નવરંગપુરાના 1944 હોકો કીચનમાં એક યુવક પરિવાર સાથે જમવા ગયો હતો. યુવકે રૂ. 479ની દાલ-ખીચડી મંગાવી હતી. ખીચડી તેના એક વર્ષના દીકરાને ખવડાવતો હતો અને અચાનક તેમાં વંદો દેખાતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. નાના બાળકે પણ ખીચડી ખાધી હોવાથી માતા-પિતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ ઘટનાએ રેસ્ટોરન્ટના હાઈજીન અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

ગ્રાહકે આ ઘટનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પુરાવા તરીકે શેર કર્યા છે. ઘટનાએ રેસ્ટોરન્ટમાં જળવાતી સ્વચ્છતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. 1994 હોક્કોકીચન મોટી બ્રાન્ડ હોવા છતાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે આ પ્રકારે ચેડા થઈ રહ્યાં છે. ઘટનાને પગલે ગ્રાહકે એએમસીના ફૂડ વિભાગ પાસે રેસ્ટોરન્ટ સામે તપાસ કરવાની માગ કરી છે. એટલું જ નહીં રેસ્ટોરન્ટને લાઈસન્સ રદ્દ કરી તેને દંડ ફટકારવાની પણ માંગ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...