Thursday, September 17, 2026

રીક્ષામાં બેસાડી નજર ચૂકવી સોનાની કડીની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ; વાડજ પોલીસે ત્રણની ધરપકડ કરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગને વાડજ પોલીસની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવી છે.રિક્ષામાં મુસાફરી કરતી મહિલાની નજર ચૂકવી તેના કાનમાંથી સોનાની કડીઓ ચોરી લેનાર રીક્ષા ગેંગના ત્રણ સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.જેમણે શહેરના પોશ વિસ્તારોમાં આચરલા પાંચ જેટલા ગુનાઓની કબૂલાત કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વાડજ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.આર. ડાંગરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસે વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લૂંટારૃ ગેંગને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી છે. પકડાયેલ આરોપીઓમાં વિનોદ ઉર્ફે ગોગો ભેમાભાઈ પરમાર (રહે. એરપોર્ટ પાસે, અમદાવાદ), વિનોદ ઉર્ફે મેન્ડી કેશાભાઈ બાવરી (રહે. એરપોર્ટ પાસે, અમદાવાદ), વિજય કાનજીભાઈ બાવરી (રહે. એરપોર્ટ પાસે, અમદાવાદ)નો સમાવેશ થાય છે. આ ગેંગ મુસાફરોને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી ચોરી અને લૂંટ ચલાવતી હતી.

વાડજ પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, પકડાયેલા આરોપીઓ પૈકી વિનોદ ઉર્ફે ગોગો વિરુદ્ધ અગાઉ સાબરમતી, સરદારનગર અને ઓઢવ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ચોરીના ગુના નોંધાયેલા છે. જ્યારે વિજય બાવરી વિરુદ્ધ એરપોર્ટ અને સરદારનગર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ (307) અને છેડતી જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

વાડજ પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹75,000/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં:3.160 ગ્રામ વજનની સોનાની બે કડીઓ (કિંમત ₹35,000/-) ગુનામાં વપરાયેલી ઓટોરીક્ષા (કિંમત ₹40,000/-) આ સફળ કામગીરીમાં પી.એસ.આઈ. જી.આર. આલ તથા વાડજ પોલીસના હેડ કોન્સ્ટેબલ ડાહ્યાભાઈ, દેવકરણભાઈ અને કોન્સ્ટેબલ રણજીતસિંહ, બળવંતભાઈ, દિપકુમાર તથા કેતનભાઈ જોડાયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...