Tuesday, April 7, 2026

અમદાવાદ માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો, 15 મોટા કમિટમેન્ટ સાથે મેનીફેસ્ટો જાહેર કર્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે પોતાનો ચૂંટણી ઢંઢેરો સત્તાવાર રીતે જાહેર કર્યો છે. ‘કમિટમેન્ટ’ સાથે જાહેર કરાયેલા આ મેનિફેસ્ટોમાં શિક્ષણ, આરોગ્ય, અને ટેક્સના માળખામાં મોટા ફેરફારો કરવાનું વચન અપાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનું શાસનમાં આવ્યા બાદ 15થી વધુ વાયદા (કમિટમેન્ટ) પૂરા કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પ્રસંગે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને શહેર પ્રમુખ સોનલબેન પટેલે જણાવ્યું હતું કે આ મેનીફેસ્ટો માત્ર વચનોનો દસ્તાવેજ નથી, પરંતુ લોકોના પ્રશ્નોને સમજ્યા પછી તૈયાર કરાયેલ એક એક્શન પ્લાન છે. તેમણે જણાવ્યું કે અલગ-અલગ ક્ષેત્ર માટે નિષ્ણાતો અને કાર્યકરોની કમિટીઓ બનાવીને વિસ્તૃત ચર્ચા બાદ આ દસ્તાવેજ રૂપી કમિટમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસનું કમિટમેન્ટ શું છે?

  • પાકા અમદાવાદીઓ માટે પાકા રસ્તા.
  • દરેક અમદાવાદનો સપનું પૂરું થશે, સૌની પાસે ઘરનું ઘર હશે.
  • ગટર, પીવાનું પાણી અને વરસાદી પાણીનો નિકાલ આવશે.
  • દરેક બાળકોને શિક્ષણનો અધિકાર આપવા ધોરણ 12 સુધીની દરેક બોર્ડમાં કોર્પોરેશન સંચાલિત સરદાર પટેલ પ્રાથમિક શાળા શરૂ કરીશું.
  • મસ્તીના ધોરણે બોર્ડ દીઠ જરૂર પડે તો એક કરતાં વધારે તિરંગા અર્બન હેલ્થ સેન્ટરનું નિર્માણ કરી સેવા, નિદાન અને સારવારના ધ્યેયને પૂર્ણ કરીશું.
  • જેટલી સફાઈ એટલી કમાઈ, યોજના હેઠળ શહેરીજનો અને રહેણાક સોસાયટી કાર્બન ક્રેડિટની કમાણી કરી શકશે. જેનો ઉપયોગ તેઓ કરવેરા થતા અન્ય કોર્પોરેશનની સુવિધાઓની ફીની ભરપાઈ માટે કરી શકશે.
  • પ્રોપર્ટી ટેક્સ ઉપરનું 18 ટકાથી ઘટાડીને માત્ર 5 ટકા કરીશું.
  • અમદાવાદ શહેરને દેશના ટોપ 5માં સૌથી સ્વચ્છ AQIવાળા શહેરોમાં એક વર્ષમાં પહોંચાડીશું.
  • ટ્રાફિકની સમસ્યાનો નિરાકરણ લાવવા લોજીકલ રીતે નવા ફ્લાય ઓવર બનાવીશું સાથે જ જુના રસ્તાઓને જન સહમતિથી પહોળા કરીશું.
  • મહિલાઓને વિદ્યાર્થીઓને AMTS બસમાં ફરી મુસાફરી પાસ આપીશું અને AMTSની તમામ બસ AC બનાવીશું
  • તમામ લારી, ગલ્લા, પાથરણા અને ફેરિયાઓને સર્વે હાથ ધરી સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 અંતર્ગત સ્માર્ટ કાર્ડ બનાવી સ્ટ્રીટ વેન્ડર્સ કાયદાનો સંપૂર્ણ અમલ કરીશું.
  • શહેરીજનોના રોજિંદા પ્રશ્નોના સમાધાન માટે દર અઠવાડિયે વોર્ડ સુનવણી રાખી સમસ્યાઓની સમાધાન લાવીશું.
  • અમદાવાદને દેશનું પહેલું ફાયરવોલવાળું ડિજિટલ શહેર બનાવી હેકર્સ, સ્કેમર્સ અને સ્પામર્સથી છૂટકારો અપાવીશું, તેમજ કોર્પોરેશનની લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે હાઈસ્પીડ ઇન્ટરનેટ સાથેના કોમ્પ્યુટર મુકીશું

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...