Friday, September 4, 2026

અમદાવાદના પેલેડિયમ મોલમાં જ્વેલરી શોરૂમમાં રૂ. 5.90 લાખની ચોરી, આરોપી સેલ્સમેનની કરતૂત જાણી ચોંકી જશો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પોશ ગણાતા થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ મોલના ‘ઓરા ફાઇન જ્વેલરી’ શોરૂમમાં થયેલી લાખો રૂપિયાના દાગીનાની ચોરીનો ભેદ વસ્ત્રાપુર પોલીસે ઉકેલી કાઢ્યો છે. શોરૂમમાં જ સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા કર્મચારીએ સાથી સ્ટાફ પાસેથી ચાવી મેળવી રાત્રિના સમયે રૂ. 5.90 લાખના સોના-હીરાના ઘરેણાંની ચોરી કરી હતી. પોલીસે આરોપી દર્શન સોનીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ મુજબ, થલતેજમાં આવેલા પેલેડિયમ મોલના ‘ઓરા ફાઈન જ્વેલરી આર્ટ’ શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા દર્શન સોનીએ ગત 17 ઓગસ્ટે રાત્રે શોરૂમ બંધ થયા બાદ પોતાનું બેગ રહી ગયું હોવાનું બહાનું કાઢ્યું હતું. સ્ટોર મેનેજર પાસેથી ચાવી મેળવી અંદર ગયા બાદ તેણે સોનાની ચેન, બંગડીઓ અને મંગળસૂત્ર મળી કુલ રૂ. 5.90 લાખના દાગીનાની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં વસ્ત્રાપુર પોલીસે દર્શન સોનીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસની પુછપરછમાં સામે આવ્યું છે કે દર્શન સોની શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે છેલ્લા 10 માસથી નોકરી કરતો હતો. આરોપી દર્શન સોનીએ પૂરી કરેલા દાગીના માણેકચોક ભક્તિ ટચ નામની દુકાનમાં વેચી દીધા હતા. ચોરીના દાગીના ના વેચાણથી મેળવેલા પૈસા મોજશોખ માટે વાપરી નાખ્યા હતા. આરોપી દર્શને ધો. 12 સુધી અભ્યાસ કર્યો છે. આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં છેલ્લા 10 વર્ષમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં 13 ગુનાઓ નોંધાયા છે.

પાટણ, ડીસા, નવસારી, ગાંધીનગર અને અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં વાહનચોરી, ઘરફોડ ચોરી, પ્રોહિબિશન, અકસ્માત ચેંજ મેચિંગ સહિતના વિવિધ ગુના આરોપી વિરુદ્ધ પોલીસ ચોપડે નોંધાયા છે. આ ગુનાઓમાં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...