અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં મેડિકલના વિદ્યાર્થીઓમાં સુસાઇડનું પ્રમાણ જોવા મળ્યું છે. જેના કારણે સિનિયર તબીબો ચિંતાતુર બન્યા છે. જેને લઈને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત રાજ્યની તમામ 32 મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓમાં માનસિક તાણ ન અનુભવાય તેને લઇને IMA કેર કમિટી બનાવવાનુ નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં મેડિકલના વિદ્યાર્થીઓમાં સુસાઇડનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યુ છે.
આ અંગે IMAના સ્ટેટ બ્રાન્ચના સેક્રેટરી ડો. મેહુલ શાહ જણાવે છે કે,રાજ્યની તમામ 32 મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓમાં માનસિક તાણ ન અનુભવાય તેને લઇને IMA કેર કમિટી બનાવવાનુ નક્કી કરવામાં આવ્યું છે. દરેક કોલેજોના ડીન સાથે બેઠક યોજવામાં આવશે. દરેક કોલેજોની કેર કમિટીમાં સ્થાનિક હોદ્દેદાર, વાલી, વિદ્યાર્થી, કોલેજના પ્રોફેસર, મનોચિકીત્સકનો સમાવેશ કરવામાં આવશે અને વિદ્યાર્થીને ક્યા પ્રકારનો તાણ છે અને તેને કેવી રીતે દુર કરી શકાશે તે અંગે માર્ગદર્શન આપવામા આવશે.
તેઓએ વધુમાં જણાવ્યું છે કે દરેક કોલેજમાં IMA કેર કમિટિમાં મેડિકલ સ્ટુડન્ટસ અને વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. સામાન્ય રીતે દર વર્ષે દરેક મેડિકલ સ્ટુડન્ટસનું ફિઝીકલ એસેસમેન્ટ થતું હોય છે. તેનું મેન્ટલ એસેસમેન્ટ થાય તો દરેક કેટલા વિદ્યાર્થીઓને આવી તકલીફ છે સેન્સીટીવ છે, ડિપ્રેશનમાં છે કે કોને કેરની જરુર છે તો તે આઈડેન્ટીફાય કરી તેને અટકાવી શકાય. તો આવનારા સમયમાં જે આપણો સ્કીલડ મેડિકલ ડોક્ટર કે જે આપણો ક્રીમ ઓફ સોસાયટી છે તેનો લોશ થતા અટકાવી શકીશું.
અમારો પ્રયાસ એવો છે કે, દરેક મેડિકલ કોલેજમાં કમિટિની રચના તેમા IMAના ડોક્ટર, બેથી ત્રણ વિદ્યાર્થી, તેના વાલી અને મેડિકલ કોલેજના ડોક્ટરને રાખીશું. જેથી કઈ રીતે પિરીયોડીકલ મેડિકલ એસેસમેન્ટની જરુર છે કઈ રીતે મોટીવેશનલ સ્પીકરના લેક્ચરની જરુર છે, સાયકોલોજીકલ એસેસેમેન્ટ કઈ કરવું તેની એક એડવાઈઝરી બનાવી રહ્યાં છીએ. આવી ઘટનાઓ પાછળ કયા કારણો જવાબદાર છે તે પણ અમે એકત્રીત કરી મેડિકલ કોલેજમાં પોઝીટીવ વાતાવરણ ઉભુ થાય તેવો અમારો પ્રયાસ છે.