અમદાવાદ : અમદાવાદમાં કૉર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે હાથીપગા રોગની ચકાસણી માટે 3,600 લોકોના ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 4 વ્યક્તિ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. ત્યારે હવે આરોગ્ય વિભાગ આગામી સમયમાં વધુને વધુ ટેસ્ટ કરશે.તો પોઝિટિવ આવેલ આ 4 વ્યક્તિઓ ઉત્તરપ્રદેશ અને બિહારની હિસ્ટ્રી ધરાવતા કેસ છે.
મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરના રામોલ, ઇન્દ્રપુરી, વટવા, નોબલનગર અને બાપુનગર વિસ્તારમાં બહારથી આવતા લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો છેલ્લાં છ મહિનાથી વ્યવસાય માટે રોકાયેલ છે જેમાં હાથીપગા રોગના દર્દીઓ જોવા મળ્યા છે. જે લોકો હાથી પગોનો શિકાર બન્યા છે તે પરપ્રાંતિયો છે. બિહાર અને ઉત્તરપ્રદેશના શ્રમિકો હાથીપગા પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ રોગ હવામાં ઉડતી જીવાતને કારણે થતા હોવાનું સામે આવ્યું છે. હાથીપગા 4 કેસ સામે આવતા સમગ્ર અમદાવાદમાં સેમ્પલ લેવાની આરોગ્ય અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં હાથીપગા રોગનો પગ પેસારો થયો હોવાની આશંકાને પગલે વધુ સેમ્પલ લેવાની સૂચના આપવામાં આવી છે.અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતા દ્વારા 3600 સેમ્પલમાંથી 4 રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર સતર્ક બન્યું છે.