Thursday, May 21, 2026

નિવૃત્ત IASના પુત્રની દાદાગીરી, AMCના કર્મચારી પર છરીથી હુમલો કર્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના થલતેજ વિસ્તારમાં મ્યુનિસિપલના ટેક્સ વસૂલવા ગયેલા સ્ટાફ પર નિવૃત્ત IAS ના પુત્રે ચાકુથી હુમલો કર્યો હતો. હુમલો કરનારનું નામ આશીષ ત્રિપાઠી છે. પ્રાથમિક માહિતી મુજબ નિવૃત્ત IAS અધિકારી AMC માં કમિશનર રહી ચૂકેલા છે. સમગ્ર બનાવને લઈ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના થલેતજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયાની ઘટના સામે આવી છે. હુમલો કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ એક પૂર્વ IAS અધિકારીનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ ઉત્તર પશ્ચિમ ઝોન થલતેજમાં ટેક્સની વસૂલાત કરવા માટે ગયો હતો. આ દરમિયાન ગુજરાતના નિવૃત્ત IAS અધિકારી રાધાકાંત ત્રિપાઠીના પુત્ર આશિષ ત્રિપાઠી રોષે ભરાયો હતો અને તેણે અચાનક કોર્પોરેશનના સ્ટાફ પર ચાકુ લઈને તુટી પડ્યો હતો. ઉત્તર પશ્ચિમ ઝોનમાં થલતેજમાં બનેલી આ ઘટનામાં બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...