Saturday, September 26, 2026

અમદાવાદ DEO દ્વારા અપાયા આદેશ, મંજૂરી વગર બાળકોને પ્રવાસે લઈ ગયા તો થશે શિક્ષાત્મક કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકોના મોત બાદ અમદાવાદના શિક્ષણ અધિકારી એક્શન મોડમાં દેખાયા છે. તેમણે શાળાના વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. DEOની મંજૂરી વગર બાળકોને પ્રવાસ લઈ જવા પર કાયદેસરની કાર્યવાહી થશેનો આદેશ અપાયો છે.

વડોદરા બોટ દુર્ઘટના બાદ અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા શહેરની શાળાઓને સ્કુલ પ્રવાસને લઈને કડક સુચનાઓ આપવામાં આવી છે. જીલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે, વડોદરામાં બનેલી હરણી તળાવની દુર્ઘટનાને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરની તમામ શાળાઓને મંજૂરી આપતી વખતે સૂચનાઓ આપવામા આવે છે, તે તમામ સૂચનાઓથી ફરીથી તેમને વાકેફ કરીએ બાબતે ખૂબ ગંભીરતા રાખી શાળાઓને સતર્ક કરવામાં આવી છે.

પ્રવાસને લઈને શાળાઓને સતર્ક રહેવા DEO દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જેમા જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં કે શહેર બહાર થતા પ્રવાસની મંજૂરી DEO કક્ષાએ લેવી પડશે. અને પ્રવાસના વાહનના તમામ દસ્તાવેજ નિયમ મુજબ હોવા જરૂરી છે. કોઈ પણ શાળા રાત્રિ દરમિયાન પ્રવાસ નહી ખેડી શકે તેવી પણ સુચના આપવામા આવી છે. અને જો મંજૂરી વિના પ્રવાસ લઈ જવાય તો શાળાની મંજૂરી પણ રદ થઈ શકે છે.

જાણકારી મુજબ શાળાઓમાં લોકલ પ્રવાસ દરમ્યાન પણ મંજૂરી લેવાની હોય છે. પ્રવાસની મંજૂરી જીલ્લા કક્ષાએથી મેળવવાની હોય છે. તેમજ જે વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે વાહન આરટીઓના માર્ગ અને સલામતીના નિયમોને ધ્યાને લઈ તેના જે ડોક્યુમેન્ટસ વગેરે હોય તે હોવા જરૂરી છે. સાથે જ શરત ભંગના કેસમાં શાળાને નોટિસ આપવાની પણ જોગવાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...