Thursday, September 10, 2026

આજે અમિત શાહ ઘરઆંગણે, અમદાવાદના લોકોને મળશે 6 મોટી ભેટ, જુઓ List

spot_img
Share

અમદાવાદ : ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ગુજરાતની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. તેમના હસ્તે સોમવારે અમદાવાદ-ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સહિતના વિવિધ 7 કાર્યક્રમોનું ઉદ્દઘાટન અને લોકાર્પણ થશે. જેમાં SGVPમાં ગાંધીનગર લોકસભા નાઇટ પ્રીમિયર લીગનું સાંજે 5 કલાકે ઉદ્દઘાટન કરશે અને તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમિત શાહ AMC દ્વારા થલતેજ વોર્ડમાં સ્વાસ્થ્ય કેન્દ્ર, જૂના વાડજ ખાતે સ્લમ પુનર્વસન યોજના હેઠળ નવનિર્મિત EWS આવાસ, ઉપરાંત ગુજરાતી શાળા-1માં શહેર કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા નવનિર્મિત વાડજ શાળા નંબર-1નું ઉદ્દઘાટન કરશે.સ્વસ્તિક શાળાના સંસ્થાપકની સ્મૃતિમાં સ્વ. ચંદ્રપ્રકાશ પાઠક માર્ગ’નું નામકરણ અને લોકાર્પણ સવારે 11:00 કલાકે કરાશે.નવા વાડજ મિર્ચી ગ્રાઉન્ડમાં મ્યુનિ.ના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્દઘાટન કરશે. ઉપરાંત અમદાવાદ નજીકના જેતલપુર ગામ સ્થિત નારાયણ શાસ્ત્રી ટેકનોલોજી સંસ્થાનું ઉદ્દઘાટન કરશે. શાહ બીજા દિવસે મંગળવારે સાણંદ ખાતે રોડ શો અને જાહેર સભાને સંબોધશે.સાંજે 5 કલાકે SGVPમાં ગાંધીનગર લોકસભા નાઇટ પ્રીમિયર લીગનું સાંજે 5 કલાકે ઉદ્દઘાટન કરશે અને તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે.ઉપરાંત ક્રિકેટર હાર્દિક પંડ્યા પ્રીમિયર લીગના ઉદ્દઘાટનમાં હાજર રહેશે.

ગાંધીનગર લોકસભા વિસ્તાર પ્રિમિયર લીગ કુલ 13 મેદાનો પર સતત 21 દિવસ સુધી ચાલશે. આ નાઇટ ક્રિકેટ ટુનાર્મેન્ટમાં 1 હજારથી વધુ ટીમ અને 15 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે. પ્રત્યેક મેચ 10 ઓવરની રહેશે.આ પછી મંગળવારે તેઓ સાણંદમાં રોડ-શો અને જાહેર સભાને સંબોધશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...