અમદાવાદ : ગઈ કાલથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગઇ કાલે તેમને અમદાવાદમાં આવાસ યોજના, મનપા શાળાઓ અને હેલ્થ સેન્ટરને લગતા વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. અને આજે તેઓ અમદાવાદના સાણંદ ખાતે વિવધ કાર્યક્રમમોમાં હાજરી આપવાના હતા પરંતુ તેમને અચાનક તેમનો આજનો કાર્યક્રમ ટુંકાવી દીધો છે અને અચાનક ગુજરાતથી દિલ્હી પહોંચ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે જે બેઠક હતી તેમાં હાજરી આપ્યા બાદ તેઓ દિલ્હી જવા રવાના થયા હતા. અમિત શાહના કાર્યક્રમમાં ફેરફાર બાદ હવે મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર લોકસભામાં વિવિધ કાર્યક્રમોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યુ છે. હવે અમિત શાહના બદલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઔડા દ્વારા નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ, ખરીદ વેચાણ સંઘના ગોડાઉનનું ખાતમુહૂર્ત અને મોડાસર અને ઝોલાપુર તળાવનું લોકાર્પણ થશે.હવે આજના તમામ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે.
જાણકારી મુજબ દિલ્હીમાં ખેડૂત આંદોલનને કારણે સર્જાયેલી મહત્વની જરૂરિયાતને લઈએ અમિત શાહ દિલ્હી જવા રવાના થયા છે. ગઈ કાલે ખેડૂતો સાથે યોજાયેલી બેઠક નિષ્ફળ જતાં આજથી ખેડૂત સંગઠનોની દિલ્લી ચલો માર્ચ શરૂ થઈ છે. હાલ દિલ્હીમાં સ્થિતિ વણસી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. એક તરફ પ્રધાનમંત્રી મોદી અબુધાબીના પ્રવાસે છે, ત્યારે ગૃહમંત્રી અમિત શાહને તાબડતોડ દિલ્હી રવાના થવું પડ્યું છે.


