Saturday, September 26, 2026

અમદાવાદના મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સુધી શરૂ થશે મેટ્રો ટ્રેન, માર્ચ-એપ્રિલમાં ટ્રાયલ રન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન શરૂ થશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આગામી માર્ચ મહિનામાં મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં કરવામાં આવશે એવી જાહેરાત કરી છે. મેટ્રો રેલના ફેઝ-ટુ અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે. મોટેરાથી ગાંધીનગરા સેક્ટર-1, ગિફ્ટ સિટી લાઈનમાં 22 સ્ટેશનો આવરી લેવાશે. માર્ચ 2024માં ટ્રાયલનો પ્રારંભ થશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદથી ગાંધીનગર સેકટર-1 સુધીના મેટ્રો ટ્રેનની ટ્રાયલ શરૂ કરવાના આયોજનના ભાગરૂપે મેટ્રોની કામગીરી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. જેમાં નર્મદા મુખ્ય કેનાલ પરનો એક્સ્ટ્રા ડોઝડ કેબલ સ્ટેડ બ્રિજ છે, જેની કામગીરી આખરી તબક્કાએ પહોંચી છે. આ પુલમાં 145 મીટર લંબાઈનું સેન્ટ્રલ સ્પાન તથા 79 મીટર લંબાઇના બે અંતિમ સ્પાનમાં કુલ 105 સેગમેન્ટ પૈકી 100 સેગમેન્ટ લોન્ચ થયેલ છે તથા 28.1 મીટર ઉંચાઇના બે પાયલોનની કામગીરી પૂર્ણ થઈ છે. પુલની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે, જે બાદ તેના ઉપર ટ્રેક, થર્ડ રેલ વગેરેની કામગીરી ચાલુ કરીને માર્ચ-એપ્રિલ માસમાં ટ્રાયલ શરૂ કરવાનું આયોજન ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ કર્યું છે.

લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો દોડાવવાનું આયોજન છે. ઉલ્લેખનિય છે કે, હાલ અમદાવાદમાં હાલ થલતેજથી વસ્ત્રાલ અને મોટેરાથી વાસણા APMC સુધીના રૂટ પર મેટ્રો દોડતી થઈ ગઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...