Saturday, January 24, 2026

AMCના ફૂડ વિભાગની કાર્યવાહી, અમદાવાદની આ રેસ્ટોરન્ટને સીલ મારી નોટિસ ફટકારી

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ખાણીપીણીનો વ્યવસાય કરનારા સામે કડકાઇથી કામ લેવાની AMC કમિશનરની તાકીદ બાદ ફૂડ વિભાગે જુદા જુદા વિસ્તારમાં ચાર રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી અને તેમાં પ્રહલાદનગર ખાતેની ઘી ગુડ રેસ્ટોરન્ટને સીલ મારી દીધા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ મ્યુનિ.ફૂડ વિભાગ દ્વારા શહેરના પ્રહલાદનગર ચાર રસ્તા પાસે આવેલી ઘી ગુડ રેસ્ટોરન્ટને સીલ કરી છે. તેમજ ખમણી અને મીઠી ચટણીનો નમુનો લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યો છે. જ્યારે મણિનગર વિસ્તારમાં જવાહર ચોક પાસે આવેલા જલારામ પરાઠા હાઉસમાં પણ ગંદકી અને ખાવા પીવાની ચીજ વસ્તુઓ શંકાસ્પદ જણાતા દાળ અને મંચુરિયનનો નમુનો લઇ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. ચેકિંગ બાદ જલારામ પરાઠા હાઉસને ક્લોઝર નોટિસ પણ ફટકારવામાં આવી છે.

મ્યુનિ. કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા એસજી હાઇવે પર શપથ 3માં આવેલા અંકલ ડોનલ પિત્ઝા અને મણીનગર વિસ્તારમાં જવાહર ચોક ચાર રસ્તા પાસે સ્વપ્ન કોમ્પ્લેક્સમાં રીયલ પૅપ્રિકા પિત્ઝા ખાતે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બંને જગ્યાએ જાહેર આરોગ્યનાહિત અંગેનું પાલન ન કરવામાં આવતા રૂપિયા 15-15 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...