Saturday, September 26, 2026

ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટને લઈને ગાંધી આશ્રમ રોડ કાયમી બંધ, આ નવો વૈકલ્પિક રોડ ખુલ્લો મુકાશે

spot_img
Share

અમદાવાદ : દેશ-દુનિયામાં ઓળખ ધરાવતાં એવા ઐતિહાસિક સાબરમતી ગાંધી આશ્રમને 1200 કરોડથી વધુના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે આશ્રમ રોડ પરના કાર્ગો મોટર્સથી બત્રીસી ભવન સુધીના 500 મીટરનો રોડ કાયમી ધોરણે બંધ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ ગુરુવારે મંજૂર કરી હતી. 1970માં બનેલો આ રોડ હવે કાયમી બંધ થશે. આ રોડના બદલે લોકો પ્રબોધ રાવળ બ્રિજથી વાડજ પરીક્ષિતલાલ બ્રિજ વચ્ચેના નવા બનેલા રોડનો ઉપયોગ કરી શકશે.

મ્યુનિ. અધિકારીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 55 એકરમાં ફેલાયેલા ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. જે દિવસે ખાતમુહૂર્ત કરાશે તે દિવસથી ગાંધી આશ્રમ રોડ બંધ કરી દેવાશે.વૈકલ્પિક માર્ગ તરીકે ગાંધી આશ્રમ નજીક આવેલા કાર્ગો મોટર્સથી રાણીપ એસટી બસ સ્ટેન્ડ તરફ રોડ બનાવવામાં આવ્યો છે. આગામી 12 માર્ચે નવા રોડને ખુલ્લો મુકતા વાહનચાલકોએ રાણીપ ST બસ સ્ટેન્ડ અને આરટીઓ સર્કલ થઈ સુભાષ બ્રિજ તરફ જવું પડશે.

તમને જણાવી દઈએ કે સાબરમતી ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધી આશ્રમની આસપાસના વિસ્તારને ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. જેથી ગાંધી આશ્રમથી પસાર થતાં રોડને બંધ કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો હતો. જેના માટે કોર્પોરેશન દ્વારા આસપાસમાં રહેતા લોકો અને હોટેલ રેસ્ટોરન્ટના વાંધા સૂચન મંગાવવામાં આવ્યા હતા. જે તમામ પર પ્રક્રિયા પૂર્ણ કરી કાર્ગો મોટર્સથી કલેક્ટર કચેરી સુધીના 500 મીટરના રોડને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...