27.6 C
Gujarat
Wednesday, October 23, 2024

રિડેવલપમેન્ટને લઈને હાઉસીંગ બોર્ડની લેન્ડ લીઝ હોલ્ડ ટુ લેન્ડ ફ્રી હોલ્ડની સ્કીમની વિગતવાર સમજૂતી

Share

અમદાવાદ : હાઉસિંગ બોર્ડની કોલોનીઓ 30 થી 50 વર્ષ જૂની છે. મોટાભાગની સોસાયટીઓ જર્જરિત અવસ્થામાં છે. ત્યારે રિડેવલપમેન્ટ સ્કીમ હેઠળ તમને નવા ઘર મળે અને મૂળ મકાનના 40 ટકા વધારે બાંધકામ વાળા મળતા હોવા છતાં અનેક જગ્યાઓ પર લોકો ખંડેર સોસાયટીઓમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે.પરંતુ રિડેવલપમેન્ટ સ્કીમમાં જવા તૈયાર નથી થઈ રહ્યા.જેનું મુખ્ય કારણ હાઉસીંગ બોર્ડના મકાનોમાં મોટાભાગના મકાનો વધારાના બાંધકામો કરાયેલ છે.વર્ષોથી વધારાના બાંધકામોનો ભોગવટો ધરાવે છે, જયારે રિડેવલપમેન્ટ પોલીસીમાં આપવામાં આવતું મુળ બાંધકામના 40 ટકા વધુ બાંધકામ રહીશોને નાનું પડે છે, જેના કારણે અનેક લોકો રિડેવલપમેન્ટમાં રસ દાખવી રહ્યાં નથી,જયારે છેલ્લાં કેટલાંક સમયથી લેન્ડ લીઝ હોલ્ડ ટુ લેન્ડ ફ્રી હોલ્ડનો મુદ્દો ચર્ચામાં છે.જેને લઈને વોટસઅપ ગ્રુપની ચર્ચા મુજબ એકાદ-બે લોકો હાઈકોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો છે.આ અગાઉ ગત સપ્તાહે જમીન લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ મુદ્દે ચર્ચા કરી હતી, જેને લઈને અમો ફરી એક વાર લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ મુદ્દે હાઉસીંગ બોર્ડ અને એકસપર્ટના સહયોગથી કેટલીક હકીકતો લઈને આ રિપોર્ટ રજૂ કરીએ છીએ.

સૌ પ્રથમ વાત કરીએ તો લેન્ડ લીઝ હોલ્ડ ટુ લેન્ડ ફ્રી હોલ્ડ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા એપાર્ટમેન્ટ ટાઈપ કોલોનીઓ માટે ઉપલબ્ધ નથી, પણ ટેનામેન્ટ, રો હાઉસ, પ્લોટ માટે ઉપલબ્ધ છે. વર્ષ-2021માં ગુજરાત હાઉસીંગ બોર્ડના તત્કાલીન હાઉસીંગ કમિશ્નર લોચન સહેરા દ્વારા સરકારમાં લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ કરવા મંજુરી બાબતનો પત્ર લખ્યા હતો, પરંતુ હાઉસીંગના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લેન્ડ લીઝ હોલ્ડ ટુ લેન્ડ ફ્રી હોલ્ડ એક વિચારણા આધીન પ્રસ્તાવ છે જેને હજુ સુધી ગુજરાત સરકાર કે સરકારી કચેરી દ્વારા મંજુરી મળી નથી.

તમને જણાવી દઈએ કે લેન્ડ લીઝ હોલ્ડ ટુ લેન્ડ ફ્રી હોલ્ડ સ્કીમમાં એસોસીએશને જે તે સમયની જે તે જગ્યાની જંત્રી જેટલી રકમ ભરી તે જગ્યા ગુ.હા.બોર્ડમાંથી એસોસીએશનના નામે કરવાની થાય છે.ત્યાર બાદ એ જમીન પર ગુ.હા.બોડૅ નો માલિકી હક્ક રહેતો નથી. સોસાયટીના સભ્યોનો માલિકી હક્ક બને છે.ત્યારબાદ સોસાયટી એસોસીએશન સ્વતંત્ર રીતે રિડેવલપમેન્ટમાં જઈ શકે છે અને પ્રાઈવેટ બિલ્ડર લાવી પોતાની સોસાયટીને સ્થાનિક સરકારી નિયમો આધીન, રેરા અને GDCR તથા કોર્પોરેશનના બાયલોઝ મુજબ રિડેવલપમેન્ટ દ્વારા નવી બનાવી શકે છે.પ્રાઈવેટ સોસાયટીની જેમ કાર્યવાહી થાય છે.લેન્ડ લીઝ હોલ્ડ ટુ લેન્ડ ફ્રી હોલ્ડ બાદ તે સોસાયટીમાં આપના મકાન માટે કે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ બાબતે સરકારની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેતી નથી.

ગુ.હા.બોર્ડ નો લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ સ્કીમ હાલમાં એપાર્ટમેન્ટ ટાઈપ કોલોની માટે ઉપલબ્ધ નથી, છતાં જો કોઈ એક એપાર્ટમેન્ટને ધ્યાનમાં રાખીને સમજીએ તો….ફ્રી હોલ્ડની ગણતરી અંગે એક એકસપર્ટના મત મુજબ, દા.ત. ઉત્સવ એપાર્ટમેન્ટનો 14,500 ચો.મીટર નો પ્લોટ છે એમાં 270 ફલેટ છે.હાલ 37000 રુ.જંત્રી છે જેને 14500 ચોમી એ ગણતરી કરીએ તો 53 કરોડ 65 લાખ જેટલી જંત્રી આવે ,જેને ફલેટ મુજબ વરાડે પડતું ગણીએ તો એક ફલેટના 19 લાખ 87 હજાર ભાગે પડતા આવે…

નોંધઃ આ રિપોર્ટમાં એકસપર્ટના મત મુજબ રકમ અને વિસ્તાર અંદાજિત ગણતરી માટે મુકેલ છે.આ તેઓની સમજણ મુજબ ફક્ત માહિતી માટે મુકેલ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles