28.2 C
Gujarat
Saturday, July 5, 2025

ગુજરાત પોલીસની નવી પહેલ રંગ લાવી, એક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ 4 મીનિટમાં જ મદદે પહોંચી પોલીસ; જાણો સમગ્ર મામલો

Share

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી શરૂ કરવામાં આવેલી GP-SMASH (ગુજરાત પોલીસ – સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ) પહેલે ફરી એકવાર નાગરિકોની સુરક્ષા અને સેવા માટે પોતાની કાર્યક્ષમતા સાબિત કરી છે. લૉ એન્ડ ઓર્ડર ડીઆઈજી દીપક મેઘાણીના માર્ગદર્શન હેઠળ આ પહેલ રાજ્યના નાગરિકોની ફરિયાદો અને ચિંતાઓનું ઝડપથી નિરાકરણ લાવી ગુજરાત પોલીસ નાગરિકોથી માત્ર સિંગલ ક્લિક નજીક હોવાનો અહેસાસ કરાવી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શુક્રવારે બપોરે 03:15 વાગ્યે તરુણાબેન જૈન નામના એક જાગૃત મહિલાએ X પ્લેટફોર્મ પર ગુજરાત પોલીસને ટેગ કરીને એક ગંભીર પોસ્ટ મૂકી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટ્રેન નંબર 12471ના કોચ નંબર S4માં એક માતા તેમના બે બાળકો સાથે પ્રવાસ કરી રહી હતી. ટ્રેન કુડસડ અને કોસંબા (સુરત) વચ્ચે પસાર થઈ રહી હતી, ત્યારે આ માતા ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગઈ. તો જલ્દી મદદ કરો.

24 X 7 એલર્ટ રહેતી GP-SMASHની સ્ટેટ લેવલ ડેડિકેટેડ ટીમે આ પોસ્ટ ઉપર ત્વરિત સંજ્ઞાન લઈ, માત્ર ચાર મિનિટમાં, એટલે કે બપોરે 03:19 વાગ્યે, શિફ્ટ ઈનચાર્જ પીએસઆઈ કે.ઓ.દેસાઈ અને કોન્સ્ટેબલ અશોકભાઈ ઠાકોરે X હેન્ડલ @GujaratPolice ઉપરથી @Grp_Vadodaraને ટેગ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી.

આ સૂચનાના પગલે, વેસ્ટર્ન રેલવે વડોદરાએ તાત્કાલિક બે ટીમો ગઠન કરી. એક ટીમે ટ્રેનના સંબંધિત કોચમાં રહેલા બંને બાળકોને સુરક્ષિત રીતે કબજે કરીને તેમની સંભાળ લીધી, જ્યારે બીજી ટીમે ટ્રેનમાંથી પડી ગયેલી માતાની શોધખોળ માટે તપાસ શરૂ કરી. બપોરે 03.41 વાગ્યે, @Grp_Vadodara X હેન્ડલ ઉપરથી સંબંધિત પોસ્ટ પર રિપ્લાય કરીને જણાવવામાં આવ્યું કે બંને બાળકો સલામત અને સુરક્ષિત છે, અને તેમની સંભાળ રાખવામાં આવી રહી છે. વધુમાં, માતાની શોધખોળ માટે ટીમો કાર્યરત છે, અને રેલવે ટ્રેક પર તપાસ બાદ નજીકની હોસ્પિટલો તથા આસપાસના વિસ્તારોમાં તપાસ ચાલુ છે.

કાયદો અને વ્યવસ્થા કે પોલીસ સંબંધિત કોઈ સમસ્યા કે મુશ્કેલીના સમયે કોઈપણ સમયે આ પહેલનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવા માટે રાજ્યના નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles