Thursday, September 17, 2026

અમદાવાદના જ્વેલર્સના વિશ્વાસુ નોકરનું કારસ્તાન, ભેળસેળયુક્ત સોનાની ચેઇન ગીરવે મૂકીને લાખો કમાતો

spot_img
Share

અમદાવાદ: ગુજરાતીમાં એક કહેવત છે ખાય એનું ખોદે. આ કહેવતને સાર્થક સાબિત કરતો કિસ્સો શહેરના વટવા વિસ્તારમાં બન્યો છે. જ્વેલર્સમાં કામ કરતો કર્મચારી અન્ય સાગરીતો સાથે મળીને ભેળસેળવાળી સોનાની ચેઇન ગીરવે મૂકીને રોકડી કરતો હતો. જોકે જ્વેલર્સ માલિકને આ અંગેની જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પોલીસે આરોપી જગદીશ માળી અને સંજય ઠાકોરની ધરપકડ કરી છે. જગદીશ માળી વટવા સ્થિત ઝાંઝર જ્વેલર્સમાં નોકરી કરતો હતો. પરંતુ તેની દાનત બગડી અને તેણે માલિક સાથે જ ગદ્દારી કરવાનું શરૂ કર્યું. જગદીશ પોતે બનાવટી ગ્રાહકો ઊભા કરતો અને તેમને ભેળસેળ વાળી સોનાની ચેઈન આપી જ્વેલર્સમાં જ ગીરવે મૂકવા મોકલતો હતો. ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખ્સો ચેઈન મૂકી લાખો રૂપિયાની લોન લઈ જતા અને ત્યારબાદ ક્યારેય વ્યાજ ભરવા કે ચેઈન લેવા ડોકાતા પણ નહોતા. જોકે, માલિકને શંકા જતા આખો ખેલ ઉઘાડો પડ્યો. અંતે બંને શખ્સો પોલીસ હવાલે થયા છે.

આરોપી જગદીશ માળીએ અત્યાર સુધીમાં જુદા જુદા ગ્રાહકો મોકલીને ત્રણેક વખત ચેઇન ગીરવે મૂકીને રૂપિયા 7 લાખ જેટલી રોકડ રકમ મેળવી છે. જેના બદલામાં ઊભા કરેલા બનાવટી ગ્રાહકને કમિશન ચૂકવતો હતો. આરોપી જગદીશ પહેલા ગ્રાહકને વિશ્વાસમાં લેતો હતો. તે ગ્રાહકને જણાવતો હતો કે, તે જ્વેલર્સમાં ચેઇન મૂકવા જશે તો જ્વેલર્સના માલિક તેના પરિવારને જાણ કરી દેશે. તેને રૂપિયાની જરૂર હોવાથી મદદ કરવાના બહાને લોકોને વિશ્વાસમાં લઈ ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સમાં મોકલતો હતો.

આરોપીની પૂછપરછમાં વધુ એક આરોપીનું નામ સામે આવ્યું છે. જે આ ગુનાનો માસ્ટર માઇન્ડ છે. ફરાર આરોપી આ રીતે ચેઇનની વ્યવસ્થા કરી આપતો હતો. જોકે તે ભેળસેળવાળી સોનાની ચેઇન ક્યાંથી લાવતો હતો અને અત્યાર સુધીમાં તેણે આ રીતે અન્ય કોઈ જ્વેલર્સ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ગુનાના મુખ્ય આરોપીની ધરપકડ બાદ હજી પણ અન્ય ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...