અમદાવાદ: અમદાવાદમાં ફરવાલાયક સ્થળોમાં સૌથી પ્રખ્યાત એવા કાંકરિયા પરિસરની માહિતી હવે માત્ર એક ક્લિક ઉપર મળી રહેશે. કાંકરિયા લેકફ્રન્ટની Ahmedabad Zoo નામની નવી એપ્લિકેશન આજે લોન્ચ કરવામાં આવી છે. કાંકરિયા લેકફ્રન્ટમાં નગીના વાડી, પ્રાણીસંગ્રહાલય બાલવાટિકા જેવા વિવિધ વિવિધ આકર્ષણો આવેલા છે. વિશાળ એવા કાંકરિયા પરિસરમાં લોકો હવે સરળતાથી કઈ જગ્યા ક્યાં આવેલી છે? તે અંગેની માહિતી મેળવી શકાય તેના માટે નેવિગેશન એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી છે. કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં પશુ-પક્ષીઓ જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં પોતાની સ્વેચ્છાએ જે પશુના પાંજરા પાસે જવું હોય ત્યાં તકલીફ વગર જઈ શકશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ AMC એ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે ના રોજ અમદાવાદ ઝૂ નામની એપ લોન્ચ કરી છે. કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં મુલાકાતીઓ પ્રાણી-પક્ષીઓની કોઈ પણ તકલીફ વિના નિહાળી શકે તે માટે Ahmedabad Zoo નામની નેવિગેશન એપ લૉન્ચ કરાઈ છે. Ahmedabad Zoo નેવિગેશન એપનું લોન્ચિંગ થયું છે. હવે તમે કહેશો આ એપ આપણને શું કામ લાગશે? તો અમે તમને જણાવી દઈએ કે કાંકરિયા ઝૂમા આવેલા મુલાકાતઓ હવે કોઈ પ્રાણીનું લોકેશન મેળવી શકશે. AMC દ્વારા તેનું આજના દિવસે વિશેષ આયોજન કર્યું છે.
AMC એ પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ દત્તક આપવાનો નવો અભિગમ પણ અપનાવ્યો છે. જેમાં ઝૂના પ્રાણીઓને હવેથી ડોનર દત્તક લઇ શકશે. પશુ-પક્ષી અને સર્વિસ રૂપ પ્રાણીઓને દત્તક લેવા માટે AMC એ વાર્ષિક ખર્ચની અંદાજિત રકમનું ચાર્ટ તૈયાર કરાયું છે. પ્રાણીસંગ્રહાલયમાં શું ગાઈડ દ્વારા ગાઇડેડ ટુર્સ પણ કરાવવામાં આવશે? ગાઈડ દ્વારા પ્રાણી પક્ષીઓના પાંજરાઓ પાસે માહિતી આપવામાં આવશે. ટચ ટેબલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ટચ ટેબલ ઉપર વન્ય પ્રાણી પક્ષીઓના આર્ટિકલ નિહાળવામાં અને સ્પર્શ કરવા માટે રાખવામાં આવ્યા છે.
તેમજ ટચ ટેબલ પ્રેઝન્ટેશનનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં વન્ય પ્રાણી-પક્ષીઓના આર્ટિકલ્સ મુલાકાતીઓને અને ખાસ કરીને નાના બાળકો સ્પર્શ કરવા દેવામાં આવશે. પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ ગાઇડ દ્વારા ગાઇડેડ ટુર્સ પણ કરાવવામાં આવશે.જેના થકી પ્રવાસીઓ દરેક વન્ય પ્રાણી-પક્ષીઓના પાંજરાઓ પાસે ઝૂ ગાઈડ મારફતે માહિતી જાણી શકશે.