અમદાવાદ: દેશના શહેરોમાં અમદાવાદને સ્વચ્છ સર્વેક્ષણમાં પણ શહેરને ઉત્તરોત્તર પ્રગતિ મળી છે. પરંતુ અમદાવાદમાં કેટલાક લોકો દ્વારા ટ્રાફિક જંકશનો, બીઆરટીએસ, કોરિડોરની ગ્રીલ્સ તેમજ ડિવાઈડરોને કરોડો રુપિયાના ખર્ચે સેંકડો લોકો સાફ કરતાં હોવા છતાં ફરીથી ગંદી કરવામાં આવે છે. જેની પાછળનું કારણ છે પાન મસાલા. લોકો પાન મસાલા ખાઈને થૂંકી નાંખે છે. તેને કારણે 2 જી ફેબ્રુઆરીથી અમદાવાદ કોર્પોરેશનના સોલિડ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી શરુ કરવામાં આવી છે. ત્યારે રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 56 જેટલા લોકોને જાહેરમાં થુંકતા ઝડપી કુલ રૂ. 5550નો દંડ વસુલવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં રોડ ઉપર ચાલતા જતા અથવા તો વ્હીકલ ઉપર જતા લોકો પિચકારી મારી ગંદકી કરનારા લોકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા દંડ કરવામાં આવે છે. આજે રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 56 જેટલા લોકોને જાહેરમાં થુંકતા ઝડપી કુલ રૂ. 5550નો દંડ વસુલવામાં આવ્યો છે. શહેરના મણીનગર, ઘાટલોડિયા, જોધપુર, બોપલ, બહેરામપુરા, સિંધુભવન રોડ સહિતના વિસ્તારોમાંથી લોકો થૂંકતા ઝડપાયા હતા. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશને સઘન બનાવવામાં આવશે.