Wednesday, July 22, 2026

ઘાટલોડીયામાં સતાધાર ફ્લાય ઓવરબ્રિજ આ તારીખે શરૂ થઈ શકે, 95% કામગીરી પૂર્ણ, 50 હજાર વાહનચાલકોને ફાયદો થશે

spot_img
Share

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઘાટલોડીયાના સતાધાર ચાર રસ્તા પર બની રહેલા ફ્લાયઓવર બ્રિજની કામગીરી લગભગ 95 ટકા પૂર્ણ થઈ ચૂકી છે. આગામી 1 એપ્રિલથી બ્રિજને વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવી શકે છે. બ્રિજને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ નહીં મુખ્યમંત્રીના અથવા મંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવી શકે છે. બ્રિજ શરૂ થતા રોજના 50,000થી વધુ વાહનચાલકોને ફાયદો થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘાટલોડીયા વિસ્તારમાં સતાધાર ચાર રસ્તા પર કુલ 103.63 કરોડ રૂપિયાના ખર્ચે 975 મીટર લાંબો અને 16.5 મીટર પહોળો 4 લેન બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જેની કામગીરી 95 ટકા સુધી પૂર્ણ થઇ ચૂકી છે અને 31 માર્ચ સુધીમાં આ બ્રિજ બનીને તૈયાર થઈ શકે તેમ છે. આ ફ્લાયઓવર શરૂ થતાં ઘાટલોડિયા, સોલા, થલતેજ અને ચાણક્યપુરી જેવા વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી સરળ બનશે. હાલમાં આ વિસ્તારોમાં ડાયવર્ઝન અને ટ્રાફિકજામને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બ્રિજ શરૂ થયા બાદ પ્રતિદિન અંદાજે 1.5 લાખ વાહનચાલકોને સીધી રાહત મળશે અને મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજની સાથે પેવમેન્ટ, મિડિયન, સ્ટ્રીટલાઇટ અને અન્ય આધારભૂત સુવિધાઓનું કામ પણ હાથ ધરાયું છે. બાકી રહેલાં કામમાં ફિનિશિંગ અને સલામતી સંબંધિત કામગીરી પણ કરવામાં આવી છે. એક અઠવાડિયાથી દસ દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જતા ટૂંક સમયમાં જ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...