Thursday, September 17, 2026

અમદાવાદમાં 133 ટ્રાફિક જંકશનની નવી ડિઝાઇન સાથે થશે કાયાકલ્પ, જાણો કેટલા કરોડનો થશે ખર્ચ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોમનવેલ્થ પહેલા શહેરના રોડ રસ્તા ટ્રાફિક મુકત બન તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 20.08 કરોડની યોજનાને મંજૂરી આપી છે. જે અંતર્ગત 133 જંકશનની કાયાકલ્પ કરવામાં આવશે.આ યોજનાનો મુખ્ય હેતુ પદયાત્રીઓ માટે રસ્તાઓ સુરક્ષિત બનાવવા અને વાહનચાલકો માટે ટ્રાફિકની સમસ્યા ઘટાડવાનો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ટ્રાફિક જંકશનની કાયાકલ્પની મંજૂરી આપવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કામાં 29 જંક્શનોની ડિઝાઇન ફાઇનલ કરી દેવામાં આવી છે, જ્યારે બાકીના 104 જંક્શનો માટે પણ આયોજન તૈયાર છે. આ યાદીમાં આર.ટી.ઓ. નેહરુનગર, જલારામ કચ્છી ભવન અને વિજય ચાર રસ્તા જેવા મહત્વના જંક્શનો સામેલ છે. આ ઉપરાંત જજિસ બંગલો ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, ઇસ્કોન ચાર રસ્તા અને પેલેડિયમ મોલ જંક્શનના વિકાસ માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત શહેરમાં 100થી વધુ જંક્શનો પર ટ્રાફિકમાં ભારે વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વીકાર્યું કે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે પદયાત્રીઓ માટે રસ્તો ઓળંગવો જોખમી બન્યો છે. રૂ. 20 કરોડના આ બજેટનો ઉપયોગ મુખ્ય જંક્શનોનો ટ્રાફિક સર્વે અને વિકાસ, પદયાત્રીઓ માટે ખાસ ક્રોસિંગની વ્યવસ્થા, સાઇન બોર્ડ, રોડ માર્કિંગ, લેન લાઇન, સ્ટોપ લાઇન અને ઝેબ્રા ક્રોસિંગ બનાવવા માટે થશે.

આ મંજૂર કરાયેલું બજેટ પ્રારંભિક અંદાજ રૂ13.59 કરોડ કરતા 47.7 ટકા વધારે છે, જેને માર્ચમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પસાર કરવામાં આવ્યું હતું. AMC ના પ્રસ્તાવ મુજબ, જંક્શન પરની વણવપરાયેલી જગ્યાઓને ટ્રાફિક આઇલેન્ડમાં ફેરવવામાં આવશે અને વાહનોની અવરજવર સુધારવા માટે લેન સ્પષ્ટ કરવામાં આવશે. રસ્તાની પહોળાઈ મુજબ ફ્રી લેફ્ટ ટર્નની વ્યવસ્થા કરાશે.

સૂત્રોએ જણાવ્યું કે, મીઠાખળી, નેહરુનગર અને આર.ટી.ઓ. જેવા મોટા જંક્શનો ટ્રાફિક જામની સમસ્યા વધારે છે. પીક અવર્સ દરમિયાન આ જંક્શનો વાહનોની અવરજવરમાં અવરોધ ઉભો કરે છે. આથી, ટ્રાફિકના પ્રશ્નો ઉકેલવા માટે આ જંક્શનોની રિડિઝાઇન કરવાનું આયોજન છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...