Tuesday, March 17, 2026

રાણીપમાં સગીરે 3 પાનાની સ્યુસાઈડ નોટ લખીને કર્યો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો

spot_img
Share

અમદાવાદ : શહેરના રાણીપ વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. સગીરે 3 પેજની સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હતો. અંગ્રેજીમાં લખેલી સ્યુસાઈડ નોટમાં તેણે પિતા, દાદા-દાદી અને ફોઈના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું લખ્યું છે.રાણીપ પોલીસે સમગ્ર મામલે ચારેય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાણીપ વિસ્તારમાં રહેતા 17 વર્ષીય સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે તપાસ કરતાં બેડ નીચેથી ત્રણ પેજની સ્યુસાઈડ નોટ મળી હતી. જેના આધારે પોલીસે મૃતક સગીરના પિતા સહિત દાદા-દાદી, ફોઈ સામે ગુનો નોંધ્યો હતો.

મહિલાના લગ્ન 2008માં થયા હતા. તેને 17 વર્ષનો દીકરો અને 5 વર્ષની દીકરી છે. લગ્ન બાદ પતિ વારંવાર દારૂ પી આવીને તેમની તથા પુત્ર સાથે મારઝૂડ કરતા હતા. આ બાબતે જ્યારે દીકરો તેના દાદા-દાદી અને ફોઈને જાણ કરતો, ત્યારે તેઓએ પણ મદદ કરવાની જગ્યાએ તમે બંને મરી જાવ તો સારું જેવા શબ્દોથી વધુ માનસિક ત્રાસ આપ્યો હતો. એક વખત તો પિતા સ્કૂલ બહાર ચપ્પુ લઈને દીકરાને મારવા ગયા હતા, જેના કારણે તે સતત ડર અને ટેન્શનમાં રહેતો હતો.

9 માર્ચે મહિલા તેમની દીકરી સાથે નરોડા ખાતે બહેનના ઘરે ગયા હતા, જ્યારે પુત્ર ઘરે એકલો રહ્યો હતો. 11મી માર્ચે તેણે માતાને ફોન કરીને જણાવ્યું કે તે રાત્રે અભ્યાસ કરીને થાક્યો હોવાથી સુઈ રહ્યો છે. બપોરે ફોન ન ઉઠાવતા પાડોશીઓને જાણ કરવામાં આવી હતી. પાડોશીઓએ બારી ખોલીને જોતા પુત્ર ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન બેડ નીચેથી મળી આવેલી સુસાઇડ નોટમાં તેણે લખ્યું હતું કે, મારા પિતા, દાદા, દાદી અને ફોઈના સતત માનસિક ત્રાસથી કંટાળી ગયો છું, આ કારણે આકરો પગલું ભર્યું છે. પરિવારજનોના માનસિક ત્રાસથી કંટાળીને કિશોરે આવું પગલું ભરતા મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...