અમદાવાદ : ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને પોતાના વતન પરત મોકલવામાં આવી રહ્યાં છે. 33 ગુજરાતી સહિત 205 ભારતીયોને લઇને એક વિમાન ભારત આવવા રવાના થયું છે. આ વિમાનમાં 33 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આ ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકોની એક યાદી સામે આવી છે જેના વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ.
ભારત પાછા મોકલવામાં આવેલા લોકોમાંથી 33 જેટલા ગુજરાતીઓનો સમાવેશ થાય છે. 33માંથી 12 લોકો મહેસાણા જિલ્લાના હોવાની માહિતી મળી રહી છે. મહેસાણાના વસાઈ, ડાભલા, ખેરવા, ચંદ્રનગર, ખણુસા, વિજાપુર, જોરણગના વ્યક્તિઓને ડીપોર્ટ કરાયા છે. હાલ અમેરિકાથી કાઢી મુકાયેલા લોકોના પરિવારજનો મૌન સેવી રહ્યા છે. પરિવારજનો હાલ કેમેરા સામે કાંઈ પણ બોલવા માટે તૈયાર નથી.
1- જયવિરસિંહ વિહોલ, ખનુસા, તાલુકો, વિજાપુર, મહેસાણા
2- હિરલબેન વિહોલ, વડસ્મા, મહેસાણા
3- રાજપુત સતવંતસિંહ વાલાજી, ગણેશપુરા, તા-સિદ્ધપુર, પાટણ
4- દરજી કેતુલકુમાર હસમુખભાઇ, મહેસાણા
5- પ્રજાપતિ પ્રક્ષા જગદીશભાઇ, ગાંધીનગર
6- ચૌધરી જિગ્નેશકુમાર બલદેવભાઇ, બાપુપુરા, ગાંધીનગર
7- ચૌધરી રૂચી ભરતભાઇ, ઇન્દરપુરા, ગાંધીનગર
8- પ્રજાપતિ પિન્ટુકુમાર અમૃતલાલ, થલતેજ, અમદાવાદ
9- પટેલ ખુશ્બુબેન જયંતીભાઇ, લુના, વડોદરા
10- પટેલ સ્મિત કિરિટકુમાર, માણસા, ગાંધીનગર
11- ગોસ્વામી શિવાની પ્રક્ષાગીરી, પેટલાદ, આણંદ
12- ગોહિલ જીવનજી કચરાજી, બોરૂ, ગાંધીનગર
13- પટેલ નીકિતાબેન કનુભાઇ, ચંદ્રનગર, ડાભલા, મહેસાણા
14- પટેલ એશા ધીરજકુમાર, અંકલેશ્વર,ભરૂચ
15- રામી જયેશભાઇ રમેશભાઇ, વિરમગામ
16- રામી બીનાબેન જયેશભાઇ, જુના ડીસા, બનાસકાંઠા
17- પટેલ એન્નીબેન કેતુલકુમાર, પાટણ
18- પટેલ મંત્રા કેતુલભાઇ, પાટણ
19- પટેલ કેતુલકુમાર બાબુલાલ, માનુદ
20- પટેલ કિરનબેન કેતુલકુમાર, વાલમ, મહેસાણા
21- પટેલ માયરા નીકેતકુમાર, કલોલ
22-પટેલ રિશિતાબેન નિકેતકુમાર, નારદીપુર
23- ગોહિલ કરનસિંહ નેતુજી, બોરૂ
24-ગોહિલ મિતલબેન કરનસિંહ, કલોલ
25-ગોહિલ હેવનસિંહ કરનસિંહ, મહેસાણા
26- ગોસ્વામી, ધ્રુવગીરી હાર્દિકગિરિ, માણસા
27- ગોસ્વામી હેમલ હાર્દિકગિરિ, ગોઝારીયા
28- ગોસ્વામી હાર્દિકગિરિ મુકેશગિરિ, ડાભલા
29- ગોસ્વામી હેમાનીબેન હાર્દિકગિરિ, માણસા
30- ઝાલા એન્જલ જિગ્નેશકુમાર, માણસા
31- ઝાલા અરૂણબેન જિગ્નેશકુમાર, મેરૂ, મહેસાણા
32- ઝાલા માહી જિગ્નેશકુમાર, માણસા
33- ઝાલા જિગ્નેશકુમાર પરબતજી, જામલા, ગાંધીનગર
રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ અનુસાર પોલીસ, ફેડરલ એજન્સીની મદદથી પકડી પાડવામાં આવેલા ગેરકાયદે વસવાટ કરતા લોકોને ગ્વાતેમાળા, પેરુ, હોન્ડુરસ રવાના કરવામાં આવ્યા છે. અત્યારસુધીના ઓપરેશનમાં સૌથી પહેલી વખત ભારત જેટલા દૂરના દેશોમાં ઘુસણખોરોને પરત મોકલી આપવામાં આવી રહ્યા છે.