Wednesday, April 22, 2026

અમદાવાદના આ વિસ્તારમાં બનશે સૌથી મોંઘો બગીચો, લોટસ પાર્ક પાછળ થશે આટલા કરોડનો ખર્ચ

spot_img
Share

અમદાવાદ : શહેરોમાં પ્રવાસન વધારવા માટે તેને આકર્ષણનું કેન્દ્ર બનાવી રહી છે. આ શ્રેણીમાં અમદાવાદ શહેરને નવો લુક આપવા જઈ રહી છે. ફ્લાવર શોની સફળતા બાદ હવે અમદાવાદને એક નવી ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદ શહેરમાં 80 કરોડના ખર્ચે ભવ્ય લોટસ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે.આ બગીચો કમળ આકારનો હશે. જેમાં ભારતના અલગ અલગ રાજ્યોના ફૂલ ખીલશે. ઉપરાંત ફ્લાવર મ્યુઝિયમ અને ગ્લો ગાર્ડન પણ બનાવાશે. શહેરમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો બગીચો બનશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ ગત 6 ફેબ્રુઆરી 2024ના રોજ મંજૂર કરાયેલા 2024-25ના બજેટમાં એસ.જી.હાઈવે પર બગીચા માટે 20 કરોડની ફાળવણી કરી હતી. તેને લોટ્સ પાર્ક અથવા ગારલેન્ડ ઓફ ઈન્ડિયા નામ આપવાનું નક્કી થયું હતું. તેની સંકલ્પના એવી હતી કે કમળના આકારના આ બગીચામાં ભારતના દરેક રાજ્યના રાજ્ય ફૂલોને પ્રદર્શિત કરવામાં આવશે. જે બાદ 2025-26ના બજેટમાં વધારાના 20 કરોડ ફાળવવામાં આવ્યા હતા. ત્યારથી આ પ્રોજેક્ટનું સ્થળ બદલાયું છે અને ખર્ચ વણ વધીને 120 કરોડ થઈ ગયો છે, જે મૂળ કલ્પના કરતા છ ગણો વધારે છે.આ બગીચો અગાઉ જાહેર કર્યા મુજબ એસ જી હાઈવે પર નહીં પરંતુ શેલામાં કલબ o7 રોડ પર બનાવાશે.

આ લોટસ પાર્કની વિશેષતા એ હશે કે 37 હજાર ચોરસ મીટરની જગ્યામાં દેશના તમામ રાજ્યોના ફૂલો એક જગ્યાએ જોવા મળશે. પ્રોજેક્ટનો આકાર કમળ જેવો છે. દરેક પાંખડી દેશના જુદા જુદા રાજ્યના ફૂલોનું પ્રતિનિધિત્વ કરશે. દેશના તમામ રાજ્યોની પાંખડીઓ ટેબલેટ સ્વરૂપે એક જગ્યાએ પ્રદર્શિત થશે.આ ભારતનો પ્રથમ અને સૌથી મોટો કમળ આકારનો ઉદ્યાન હશે. આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી થીમ પર વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ, જાહેર સુવિધાઓ અને પાર્કિંગની વ્યવસ્થા સાથે તૈયાર થશે. જે દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ હશે. આ દરેક પાંખડીને ટેબ્લેટ ટેકનોલોજી દ્વારા નિયંત્રિત કરી શકાય છે.

લોટ્સ પાર્ક પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ:

આ બગીચો શેલામાં ધાતલા તલાવડી પાસે 37,033 ચોરસ મીટર જમીન પર બનશે.
તેમાં ક્લબ O7 રોડથી 30 મીટરનો પ્રવેશદ્વાર હશે.
પ્લોટના 40% ભાગમાં એસેમ્બલી જેવું માળખું હશે, જેની મહત્તમ ઊંચાઈ 45 મીટર હશે.
બગીચાની અંદર ફ્લાવર મ્યુઝિયમ, સ્પા, સોવેનિયર શોપ, મલ્ટીમીડિયા થિયેટર અને બેસવા માટે ખુલ્લી જગ્યાઓ હશે.
મુલાકાતીઓ પાસેથી એન્ટ્રી ફી લેવામાં આવશે.
બાજુના પ્લોટમાં ‘ગ્લો ગાર્ડન’ બનાવવાનું પણ આયોજન છે.

આ પ્રોજેક્ટ જે પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામાન્ય રીતે વિવિધ પ્રોજેક્ટ્સ માટે 5 વર્ષની મુદત માટે આર્કિટેક્ટ્સની પેનલ રાખે છે, પરંતુ આ પ્રોજેક્ટ માટે પેનલની બહારના જ એક કન્સલ્ટન્ટની નિમણૂક કોઈ પણ સત્તાવાર ટેન્ડર પ્રક્રિયા વગર કરવામાં આવી હતી. વધુમાં, પેનલના આર્કિટેક્ટ્સ ઓછા દરે ઉપલબ્ધ હોવા છતાં, આ કન્સલ્ટન્ટને વધુ ફી પર રાખવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...