Saturday, September 26, 2026

વાડજ પોલીસની પ્રસંશનીય કામગીરી, વિદેશી મેડિકલના વિદ્યાર્થીને ડરાવી ધમકાવી લૂંટી જતા ચાર લૂંટારાઓને ગણતરીના કલાકોમાં ઝડપ્યા

spot_img
Share

અમદાવાદ: ફિલિપાઈન્સમાં MBBS નો અભ્યાસ કરતો વિદ્યાર્થી મુલચંદ ડાકા નામનો યુવક 13 ફેબુઆરીએ ભારત આવ્યો હતો. મૂળ રાજસ્થાનનો આ યુવક પોતાના ફિલિપાઈન્સના મિત્ર ફિરોજના ભાઈ નવાબનું પાર્સલ લેવા રાજસ્થાનથી અમદાવાદ આવ્યો હતો. ત્યારે વાડજ ખાતે આ લૂંટારાઓએ યુવકને પાર્સલ લેવા આવ્યો છે, તેવું કહીને મારવાની ધમકી આપીને તેની પાસેથી પાસપોર્ટ, મોબાઈલ અને ATM કાર્ડની લૂંટ કરી હતી.વાડજ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો અને આ કેસમાં સંડોવાયેલા ચારેય આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજસ્થાનનો મૂલચંદ ફિલિપાઇન્સમાં MBBS માં અભ્યાસ કરે છે. મૂલચંદ ભારત આવે ત્યારે તેની સાથે અભ્યાસ કરતા ઇરફાનનું પાર્સલ તેમ જ પૈસા તેના ભાઈ નવાબ પાસેથી લઈને ફિલિપાઇન્સ પહોંચાડી દેતો હતો. હાલમાં મૂલચંદ ભારત આવ્યો હોવાથી નવાબે તેને ફોન કરીને વાડજની ફોર્ચ્યુન લેન્ડ માર્ક હોટેલ પાસેથી પાર્સલ લઈ લેવા જણાવ્યું હતું, જેથી મૂલચંદ શનિવારે સવારે જયપુરથી ફ્લાઇટમાં અમદાવાદ આવ્યો હતો અને નવાબનું પાર્સલ લેવા ગયો હતો. ત્યારે ત્યાં 4 લોકો આવ્યા હતા અને પાર્સલ લેવાના બહાને મૂલચંદને જૂના વાડજ હાલારનગરની એક ઓફિસમાં લઈ ગયા હતા અને તેની પર પંચ વડે હુમલો કરી પાસપોર્ટ, એટીએમ કાર્ડ, ફોન, પૈસા લૂંટી લીધા હતા.આ અંગે મૂલચંદે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ભાવિન ચક્રવર્તી, ચિરાગ ચૌહાણ, વિકાસ મકવાણા અને વિશાલ વાઘેલાની ધરપકડ કરી હોવાનું પીઆઈ સી. જી. જોશીએ જણાવ્યું હતું.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો વાડજ પોલીસે ફરિયાદીની હકિકત જાણતા અલગ-અલગ ટીમો બનાવીને તપાસ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો અને આ કેસમાં સંડોવાયેલા ચારેય આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, પકડાયેલા ચારેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા છે. જે પૈકી મુખ્ય આરોપી ભાવીન ચક્રવતી વિરૂધ્ધ સાયબર ક્રાઈમ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમા ગુના નોંધાયા છે. જયારે વિશાલ ઉર્ફે વિસુ વાઘેલા વિરૂધ્ધ વાડજ અને સોલામાં મારામારી અને પ્રોહિબીશનના 4 ગુના નોંધાયા. એટલું જ નહીં, પણ વિશાલ એક વખત પાસા હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છે. આ ઉપરાંત ચિરાગ ચૌહાણ સામે બે ગુના અને વિકાસ મકવાણા સાને એક ગુનો નોંધાયો છે.

ગુનાહિત ઈતિહાસ ધરાવતા આ આરોપીઓની ધરપકડ કરીને વાડજ પોલીસે લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહત્વનું છે કે, આ લૂંટ કેસમાં આરોપીઓ નવાબનું પાર્સલ લેવા આવ્યા હોવાનું કહીને લૂંટને અંજામ આપ્યો હતો. જેથી લૂંટમાં નવાબની સંડોવણી છે કે નહીં, તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...