19.5 C
Gujarat
Monday, December 23, 2024

મેડિકલ ટુરિઝમનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ, સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકીઓને જન્મજાત પીડામાંથી મુક્ત કરાઈ

Share

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલે ફરી એક વખત મેડિકલ ટુરીઝમનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બે વિદેશી બાળકોની બ્લેડર એસ્ટ્રોફી (પેશાબની કોથળીમાં સમસ્યા)ની સફળ સર્જરી કરીને બાળકોને પીડા મુક્ત કરાયા છે. આ બન્ને બાળકોની અગાઉ તેમના દેશમાં સર્જરી કરવામાં આવી હતી, જે નિષ્ફળ નીવડતા માસુમો પેશાબની બિમારીથી પીડાઈ રહ્યાં હતાં. જે બાદ અમદાવાદ સિવિલના આંતરરાષ્ટ્રીય વર્કશોપ વાલીઓ બન્ને બાળકોને લઈને આવ્યા હતા. તપાસ બાદ બન્ને બાળકોની જન્મજાત પેશાબની કોથળીની સમસ્યાની સર્જરી કરીને પિડામાંથી મુક્તિ અપાવી હતી.

બાંગ્લાદેશમાં રહેતા રાજીબ દાસની 3 વર્ષની દીકરી પ્રિયા ગોપિકા દાસને પેશાબની કોથળીની તકલીફ હોવાનું નિદાન થયું હતું. જેથી પ્રિયાનું જન્મ સમયે બાંગલાદેશની હોસ્પિટલમાં શસ્ત્રક્રિયાથી ઓપરેશન કરવામાં આવ્યું હતું. કમનસીબે તે ઓપરેશન નિષ્ફળ ગયું હતું. પરિણામે પ્રિયાના મૂત્રાશયનો ભાગ પેટની ઉપર ફરીથી ખુલ્લો થઇ ગયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરી 2024માં યોજાયેલા બ્લેડર એસ્ટ્રોફી કેમ્પ દરમિયાન મોન્સપ્લાસ્ટી અને વાય-વી વેજીનોપ્લાસ્ટી સાથે ફરીથી બ્લેડર એસ્ટ્રોફી રિપેર કરાવી હતી. પ્રિયાનો પોસ્ટઓપરેટિવનો સમય કોઇ તકલીફ વગર રહેતા અંતે રજા આપવામાં આવી હતી.

તેવી જ રીતે, સાઉથ આફ્રિકાના કેન્યાના લ્યુસીનીની 1.5 વર્ષની દીકરી સ્ટેલાને પણ બ્લેડર એક્સસ્ટ્રોફી માટે 2 મહિનાની ઉંમરે ઓપરેશન કરવામાં આવ્યુ હતું. પરંતુ તે નિષ્ફળ ગયુ હતુ. અંતે દર્દીના માતા-પિતાને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં પીડીયાટ્રીક સર્જરી વિભાગ ખાતે થતા બ્લેડર એક્સ્ટ્રોફી ઓપરેશન વિશે ખબર પડતા સાત સમુદ્ર પાર કરી સ્ટેલાને તેની માતા લ્યુસી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા.સ્ટેલાને પણ જાન્યુઆરી 2024 માં અમદાવાદ ખાતે બ્લેડર એક્સસ્ટ્રોફી ઓપરેશનના કેમ્પમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદના પીડિયાટ્રીક સર્જરી વિભાગના અને આંતરરાષ્ટ્રીય ડોક્ટરોની ટીમ દ્વારા તેણીનું ફરીથી બ્લેડર એક્સસ્ટ્રોફી રીપેર સાથે મોન્સપ્લાસ્ટી અને વાય-વી વજાઇનોપ્લાસ્ટીનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. સ્ટેલાને પોસ્ટ ઓપરેટિવ સમયગાળામાં કોઈપણ તકલીફ ન થતા અંતે રજા આપવામાં આવી હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, બ્લેડર એસ્ટ્રોફી સર્જરી એ અત્યંત જટિલ કહી શકાય તે પ્રકારની છે. જેમાં બાળકોને જન્મજાત પેશાબની કોથળીમાં કોઈપણ પ્રકારની તકલીફ હોવાના કારણે આ પ્રકારની સર્જરી કરવી પડે છે.સામાન્ય રીતે આ બ્લેડર એસ્ટ્રોપી સર્જરી લગભગ 8 થી 10 કલાક ચાલે છે. વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી માસ દરમિયાન આ પ્રકારનું આંતરરાષ્ટ્રીય વર્કશોપ કરવામાં આવે છે. જેમાં વિભિન્ન દેશોમાંથી આ પ્રકારની તકલીફો ધરાવતા બાળકો સર્જરી માટે આવે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles