અમદાવાદ : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પાર્સલમાં બોમ્બ ફાટવાની ઘટનામાં નવો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી રૂપેણ બારોટના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી છે. આ સિવાય ઘરમાંથી ત્રણ દેશી કટ્ટા પણ મળી આવ્યા છે. રૂપેણ બારોટ બુટલેગર હોવાનું જાણવા મળ્યું છે. રૂપેણ બારોટે પોતાના ઘરમાં જ બોમ્બ બનાવ્યો હોવાની શક્યતા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડા બ્લાસ્ટ મામલે મુખ્ય આરોપી રૂપેણ બારોટના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી અને આ ઉપરાંત તેના ઘરમાંથી ત્રણ દેશી કટ્ટા પણ મળી આવ્યા હતા. આરોપી પહેલાંથી જ ક્રાઇમ કુંડળી ધરાવે છે. રૂપેન બારોટ દારૂનો ધંધો કરે છે અને તે બુટલેગર છે. આ ઉપરાંત પોલીસને શંકા છે કે રૂપેન પોતાના ઘરે દેશી કટ્ટા બનાવીને વેચતો હતો, તેમજ તેણે પોતાના ઘરમાં જ બોમ્બ બનાવ્યો હોવાની આશંકા છે. પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે અને આગળ બીજા અન્ય મોટા ખુલાસા થવાની આશંકા છે.
ઘરમાંથી પોલીસને બોમ્બ બનાવવા માટે નાઇટ્રેટ, બ્લેડ, છરા, ખિલા, તીક્ષ્ણ હથિયાર, 12 વોલ્ટની બેટરી મળી આવી છે. દેશી હથિયાર બનાવવાની ગેસ કટર, લેથ મશીન, વેલ્ડિંગ ટૂલ્સનો ઉપયોગ કરી દેશી બોમ્બ બનાવ્યો હતો.રૂપેન બારોટ વિરૂદ્ધ વિસ્ફોટક સામગ્રી અને હથિયારોને લઈ બીજો ગુનો નોંધાયો હતો. પાર્સલ બ્લાસ્ટમાં પોલીસે અત્યાર સુધીમાં 3 આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં શિવમ રો હાઉસમાં 10.45 વાગ્યાની આસપાસ એક પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.