Tuesday, May 5, 2026

અમદાવાદના આ વિસ્તારમાં જાણીતા બિલ્ડરે પ્રિબુકિંગના નામે લોકોને છેતર્યા, રૂ. 40 કરોડ લઇને થયો રાતોરાત ફરાર

spot_img
Share

અમદાવાદ: ઘરનું ઘરનું સપનું જોતા ગ્રાહકો માટે ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે.અમદાવાદમાં મકાનના પ્રિ-બૂકિંગના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો.અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં બિલ્ડરે પ્રિ-બુકિંગના નામે લોકોને છેતર્યા છે. 40 કરોડ લઇને બિલ્ડર ફરાર છે અને બુકિંગ કરાવનાર લોકો પોતાની મરણમૂડીને લઇને ચિંતિત છે.જોકે કોઈ બાંધકામ શરુ જ ન થતા ગ્રાહકોને છેતરાયા હોવાની જાણ થઈ. ગ્રાહકોએ બિલ્ડરો સામે કાર્યવાહી કરવાની અને પોતાના રુપિયા પરત આપવાની માગ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ઘર લેવાના નામે 200 લોકો છેતરપિંડીનો શિકાર બન્યા છે. પ્રિવિલોન બિલ્ડકોન એલએપીએ 3 અને 2 બીએચકેના ફ્લેટની બે સ્કીમ મૂકી હતી. રિચમંડ પ્રિવિલોન અને અને સેલેસ્ટિયલ નામની સાઈટમાં બિલ્ડરે પ્રી-બુકિંગ શરૂ કર્યું. બુકિંગ પેટે 200થી વધુ લોકોએ પાસેથી રૂ.15 લાખ સુધીની લીધી હતી. હવે એવુ સામે આવી રહ્યું છે કે બિલ્ડરે જમીનના પૂરા નાણાં ચુકવ્યા ન હોવાથી સોદો રદ થયો. સેલેસ્ટિયલ પહેલા પ્રોવિલોન ગ્રુપની હતી પણ જમીનનો સોદો ન થઈ શકતા હાલ અન્ય બિલ્ડરે પોતાનુ કામ શરૂ કર્યું છે. પરંતુ સેલેસ્ટિયલની સ્કિમમાં એડવાન્સ બુકિંગ કરનારા લોકો જ્યારે પોતાના નાણાં પરત લેવા પહોંચ્યા ત્યારે બિલ્ડે હાથ ઉંચા કરી નાખ્યા.. બિલ્ડરે પોતાની હાલમાં કોઈ મૂડી ન હોવાનું કહેતા જ બુકિંગ કરવાનારા લોકોને ફાળ પડી છે. છેતરપિંડીનો ભો ગ બનેલા લોકોએ એસપી ઓફિસમાં રજૂઆત કરી હતી. કેટલાક લોકોને ચેક આપ્યા છે, પરંતુ તેમાંથી ઘણાના ચેક બાઉન્સ પણ થયા છે.

જો કે સ્કીમમાં ભાગીદાર રહેલા હરેન કારિયાએ કહ્યું હતું કે, હું 6 મહિના પહેલા જ ભાગીદારીમાંથી છૂટો થઇ ગયો છું. હું લોકોની તેમણે ભરેલી રકમ પરત મળે તેવા તમામ પ્રયત્નો કરીશ. કોઇના રૂપિયા ડૂબશે નહીં. પણ હાલ તો જ્યાં સુધી લોકોને પોતાના ભરેલા નાણાં દુધે ધોયેલા ન મળે ત્યાં સુધી બુકિંગ કરાવનારા લોકો ઉચાટમાં રહેશે તે તો નક્કી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...