Tuesday, January 20, 2026

અમદાવાદના આ વિસ્તારમાં નશાની હાલતમાં કારચાલકે 4 વાહનોને લીધા અડફેટે, તથ્યકાંડની યાદ આવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં બેફામ કાર ચાલકોનો આંતક યથાવત ફરીથી જોવા મળ્યો છે. અમદાવાદના મેમનગરના સામ્રાજ્ય ટાવરથી સુખીપુરા ગામ સુધી નશાની હાલતમાં કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ કારચાલકે 4થી વધુ વાહનોને અડફેટે લીધા હતા અને એક બાઇક ચાલકને ઇજા પહોંચી હતી. કારચાલક શખ્સ એટલો નશાની હાલતમાં હતો કે તેને ભાન જ નહોંતુ. બાઈક સવાર શખ્સને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના મેમનગરના સામ્રાજ્ય ટાવરથી સુખીપુરા ગામ સુધી કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. સામ્રાજ્ય ટાવર પાસે એક કારને અડફેટે લીધા બાદ ભાગવા જતા સુખીપુરા ગામમાં ત્રણથી વધુ મોપેડને અડફેટે લીધા હતા. કારચાલકે રસ્તામાં પાર્ક કરેલા બાઇક મોપેડ અડફેટે લીધા બાદ વીજ કંપનીના ડીબી સાથે કાર ઠોકી હતી.

તો બીજી તરફ સુખીપુરા ગામમાં લોકોએ કારચાલકને દબોચીને મેથીપાક ચખાડ્યો હતો. જો કે કાર ચાલક તક જોઈને કાર મૂકીને ફરાર થયો હતો. અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે અકસ્માતની હારમાળા સર્જનાર કારને કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

અમદાવાદ શહેરમાં 14 માર્ચે હોટેલ શિવરંજની પાસે કેશવબાગ ત્રણ રસ્તા પર એક કારચાલકે એક્ટીવા પર સવાર 21 યુવતીને ટક્કર મારી તેને 50 મીટર સુધી ઢસડી હતી. આ યુવતીને માથાના ભાગે તેમજ શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ યુવતીને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. જો કે અકસ્માત બાદ કોમામાં સરી પડેલી યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...