Friday, September 25, 2026

AMCએ શહેરના 11 જેટલા બ્રિજ-અંડરબ્રિજમાં ઉપર CCTV કેમેરા લગાવ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરના SG હાઈવે ઉપર થયેલા તથ્યકાંડ બાદ AMC દ્વારા શહેરના વિવિધ બ્રિજો ઉપર CCTV કેમેરા લગાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ દ્વારા CCTV કેમેરા લગાવવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. તેના આઠ મહિના બાદ શહેરમાં માત્ર 11 જેટલા બ્રિજ-અંડરબ્રિજમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક બ્રિજ અને અંડરબ્રિજમાં 4 થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. બંને છેડા અને વચ્ચેના ભાગે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગત વર્ષે જુલાઈ મહિનામાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ દ્વારા શહેરના વિવિધ બ્રિજો ઉપર CCTV કેમેરા લગાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પગલે AMC તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે આ ટેન્ડર પ્રક્રિયા બાદ પણ CCTV કેમેરા લગાવવા કોઈ કંપની તૈયાર થઈ નહોતી તેવું જાણવા મળ્યું છે. જોકે ત્યારબાદ સ્માર્ટ સિટીના પ્રોજેક્ટમાંથી CCTV કેમેરા લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના બ્રિજ અને અંડરપાસમાં CCTV કેમેરા લગાવ્યા છે.

અમદાવાદ શહેરમાં કુલ 6 હજાર જેટલા CCTV ​​​​​​​કેમેરા લાગેલા છે, જેમાંથી 10 ટકા જેટલા કેમેરા હાલમાં બંધ હોવાનું સામે આવ્યું છે. બાકીના તમામ CCTV કેમેરા ચાલુ હોવાનો દાવો AMC દ્વારા કરવામાં આવ્યો હતો. હવે શહેરમાં બ્રિજ ઉપર અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે તેમજ અકસ્માતની ઘટનામાં પોલીસને મદદ માટે આ CCTV કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ બ્રિજ ઉપર કેમેરા તો લગાવી દેવામાં આવશે પરંતુ, આ CCTV કેમેરા ચાલુ હોવા જરૂરી છે.

ક્યાં ક્યાં CCTV લાગ્યા
જમાલપુરબ્રિજ
એલિસબ્રિજ
સુભાષબ્રિજ
પરિમલ અંડરપાસ
મીઠાખળી અંડરપાસ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...