Tuesday, September 22, 2026

કોંગ્રેસે લોકસભા ઉમેદવારની બીજી યાદી કરી જાહેર, ગુજરાતના વધુ 11 નામો પર મહોર, જુઓ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : લાંબા સમયથી જેનો ઈન્તજાર હતો અને સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે કોંગ્રેસે ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં કોંગ્રેસે પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અમરેલી, જામનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોર અને સુરત બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ પહેલા કોંગ્રેસે 12મી તારીખે ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા હતા.

જુઓ કોને ક્યાં ટિકિટ મળી

પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોર લડશે ચૂંટણી
સાબરકાંઠા બેઠક પરથી ડૉ. તુષાર ચૌધરી લડશે ચૂંટણી
આણંદ બેઠક પરથી અમિત ચાવડા લડશે ચૂંટણી
અમરેલી બેઠક પરથી જેનીબેન ઠુમ્મર લડશે ચૂંટણી
ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે સોનલ પટેલ લડશે ચૂંટણી
જામનગર બેઠક પરથી જે પી મારવિયા લડશે ચૂંટણી
ખેડા બેઠક પરથી કાળુસિંહ ડાભી લડશે ચૂંટણી
પંચમહાલ બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણ લડશે ચૂંટણી
દાહોદ બેઠક પરથી પ્રભાબેન તાવિયાડ લડશે ચૂંટણી
છોટાઉદેપુર બેઠક પરથી સુખરામ રાઠવા લડશે ચૂંટણી
સુરત બેઠક પરથી નિલેશ કુંબાની લડશે ચૂંટણી

તો આ પહેલા કોંગ્રેસે જે યાદી જાહેર કરી હતી તેમાં પોરબંદરથી લલિત વસોયા, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, વલસાડથી અનંત પટેલ, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને કચ્છથી નીતિશ લાલન ટિકિટ આપવામાં આવી હતી.

હવે કોંગ્રેસે જે સાત નામ જાહેર કર્યા તેમાં તેમની સામે ભાજપના ઉમેદવાર કોણ છે તે પણ જાણી લો…કઈ બેઠક ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેની વાત કરીએ તો, આણંદમાં ભાજપના મિતેષ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા, છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા સામે કોંગ્રેસના સુખરામ રાઠવા, પાટણમાં ભાજપના ભરતસિંહ ડાભી સામે કોંગ્રેસના ચંદનજી ઠાકોર, ખેડાથી ભાજપના દેવુસિંહ ચૌહાણ સામે કોંગ્રેસના કાળુસિંહ ડાભી, જામનગરથી ભાજપના પુનમ માડમ સામે કોંગ્રેસના જે.પી.મારવિયા, દાહોદથી ભાજપના જશવંતસિંહ ભાભોર સામે કોંગ્રેસના પ્રભા તાવિયાડ ચૂંટણી લડશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...