22 C
Gujarat
Friday, December 27, 2024

અમદાવાદીઓ માટે રાહતના સમાચાર, આશરે 100 ટ્રાફિક સિગ્નલો બપોરે 12થી 4 બંધ કરાશે

Share

અમદાવાદ : ઉનાળાની હજુ શરૂઆત થઇ છે ત્યાં અમદાવાદમાં બપોરના સમયે કાળઝાળ ગરમીમાં લોકો શેકાઇ રહ્યા છે ત્યારે ભરબપોરે ટ્રાફિક સિગ્નલ પર હેરાન થતા વાહનચાલકોને હવે રાહત આપવા માટેનો ટ્રાફિક વિભાગે નિર્ણય લીધો છે. હવે આગામી દિવસોથી શહેરના સિગ્નલો પર વાહન ચાલકોને તડકો નહીં નડે. કારણ કે શહેરના 305 સિગ્નલોમાંથી 100 જેટલા સિગ્નલો બંધ કરવામાં આવશે. એટલે કે આ સિગ્નલો પર યલો બ્લિન્કર જ માત્ર ચાલુ રહેશે, જ્યારે લાલ બ્લિન્કર બંધ રખાશે. બપોરે 12થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાના નિર્ણયને પગલે કોઇ ઘટના ન બને અને ટ્રાફિક જામની સમસ્યા ન ઉદભવે તે માટે ટ્રાફિક પોલીસને પણ તહેનાત રખાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગે સારો નિર્ણય કર્યો છે. શહેરના 100 જેટલા ચાર રસ્તા પર સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.એટલે કે ચાર રસ્તા પર માત્ર યલો લાઈટ બ્લિંક કરવામાં આવશે.અમદાવાદ શહેરમાં કુલ 305 સિગ્નલ છે. જેમાંથી 20 સિગ્નલ બંધ હાલતમાં છે.તે સિવાય 100 જેટલા સિગ્નલ પર બપોરે 12 થી 4 વાગ્યા સુધી બ્લિન્કર મુકવામાં આવશે.આ તમામ પોઈન્ટ પર પોલીસની હાજરી હશે. જેથી ટ્રાફિકનુ નિયમન પણ થઈ શકે.આ સિવાય મ્યુનિ. કોર્પોરેશન સાથે મળી મોટા ચાર રસ્તા પર ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે મંડપ પણ બંધાશે તેથી સિગ્નલ પર ઉભેલા વાહન ચાલકોને આકરો તાપ સહન ન કરવો પડે.

હાલ શહેરમાં કુલ 305 જેટલા સિગ્નલ છે, જેમાં 20 જેટલા સિગ્નલ કોઇ મેઇન્ટેનન્સ કે અન્ય કારણોસર બંધ છે. પિક અવર્સ પછીના 3 કલાક એટલે કે બપોરે 12 થી 4 વાગ્યા સુધી આશરે 100 જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જો કે 200થી વધુ ટ્રાફિક સિગ્નલ એવા છે કે જ્યાં આખો દિવસ હેવી ટ્રાફિક રહે છે. આવા સિગ્નલ ઉપરની લાઈટની ચેઈનનો સમય ઘટાડી દેવાશે. જેથી જે સિગ્નલ પર મિનિટો માટે લાલ લાઇટ શરૂ રખાય છે તેમાં ઘટાડો કરવામાં આવશે.

આ ઉપરાંત ટ્રાફિક સમસ્યાને લઈને અમદાવાદીઓને ખુશી મળે તેવા સમાચાર સામે આવ્યા છે. વાત એવી છે કે, ટ્રાફિક સિગ્નલ પર થતો તમારો ટાઈમ વેસ્ટ હવે ઓછો થશે. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક એવી સિસ્ટમ લાવી રહ્યું છે કે જેનાથી લોકોનો સમય અને સાથે જ પેટ્રોલ પણ બચશે. કોર્પોરેશન ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાવી રહ્યું છે. જે સિસ્ટમની મદદથી લોકોને ટ્રાફિક સિગ્નલ પર વધુ સમય ઉભા રહેવામાંથી મુક્તિ મળશે.

અમદાવાદ શહેરમાં અંદાજે 6 કરોડના ખર્ચે 100 સિગ્નલ પર આ સિસ્ટમ લગાવાશે. જેની મદદથી લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. આ સિસ્ટમ કોર્પોરેશન આગામી સમયમાં લાવવા જઈ રહ્યું છે. જેના કારણે લોકોને ટ્રાફિક સિગ્નલ પર વધુ સમય ઉભા રહેવુ નહી પડે. એટલે કે જો ચાર રસ્તા પર એક સિગ્નલ ખુલે જેનો દોઢ મિનિટ સમય હોય અને ત્યાથી 60 સેકન્ડમાં ટ્રાફિક હળવો થઈ જાય, તો તરત ઓટોમેટિક સિગ્નલ બંધ થઈ જશે અને અન્ય સિગ્નલ ખુલી જશે. જેથી સામેના સિગ્નલના ચાલકોને જલ્દી નીકળવા મળશે. એટલે કે વાહન ચાલકોનો સમય બચશે. પેટ્રોલ પણ બચશે અને ગરમી વચ્ચે કે કોઈ પણ સમયે વધુ સમય વાહનચાલકોએ ઉભા રહેવુ નહી પડે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles