16.5 C
Gujarat
Sunday, December 8, 2024

ફુલગુલાબી બજેટની મોટી જાહેરાતો, કઈ વસ્તુ સસ્તી થશે અને શું મોંઘુ થશે તે ખાસ જાણો

Share

નવી દિલ્હી : દેશમાં મોદી સરકાર 3.0 સરકારનું પહેલુ પૂર્ણ બજેટ આજે રજૂ થઇ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે. આ બજેટમાં તમામ ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. ઈન્કમ ટેક્સ પર સરકારે મોટી જાહેરાત કરી છે. નવા ટેક્સ માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન પર લિમિટ વધારવામાં આવી છે. 3 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે. નવા માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારી 75 હજાર કરવામાં આવ્યું છે.

આવકવેરા સ્લેબમાં મોટા ફેરફારો

Taxable Income Old Tax Regime New Tax Regime
0 to Rs 2,50,000 0% 0%
Rs 2,50,001 to Rs 3,00,000 5% 0%
Rs 3,00,001 to Rs 5,00,000 5% 5%
Rs 5,00,001 to Rs 6,00,000 20% 5%
Rs 6,00,001 to Rs 9,00,000 20% 10%
Rs 9,00,001 to Rs 10,00,000 20% 15%
Rs10,00,001 to Rs12,00,000 30% 15%
Rs 12,00,001 to Rs 15,00,000 30% 20%
Rs15,00,001 and above 30% 30%

 

નિર્મલા સીતારમણે આજે બજેટમાં અનેક મહત્ત્વની જાહેરાતો કરી છે. ઉલ્લેખનીય છે કે બજેટ રજૂ કરતા દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કેસરકારનું ધ્યાન ‘ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો પર છે. ચાલો જાણીએ બજેટની મહત્ત્વની જાહેરાતો.

3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં
નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. 3 થી 7 લાખ રૂપિયાની આવક પર 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જો આવક 7 થી 10 લાખ રૂપિયા હોય તો 10 ટકાના દરે ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવશે. 10 થી 12 લાખની કરપાત્ર આવક પર 15 ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવશે. તેમજ 12 થી 15 લાખની કરપાત્ર આવક પર 20 ટકા ટેક્સ ભરવો પડશે. આ ઉપરાંત 15 લાખથી વધુની કરપાત્ર આવક પર 30 ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવશે.

આગામી પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને ટોપ-500 કંપનીઓમાં ઇન્ટર્નશિપની તક મળશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે ‘સરકાર આગામી પાંચ વર્ષમાં ટોપ-500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તક આપશે. આ ઇન્ટર્નશિપ 12 મહિના માટે હશે. આમાં, યુવાનોને વ્યવસાયના વાસ્તવિક વાતાવરણને જાણવાની અને વિવિધ વ્યવસાયોના પડકારોને જાણવાની તક મળશે. આ અંતર્ગત યુવાનોને દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે. આટલું જ નહીં, તેમને છ હજાર રૂપિયા એકમુશ્ત મદદ તરીકે આપવામાં આવશે. કંપનીઓએ તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને 10 ટકા ઇન્ટર્નશિપ ખર્ચ સહન કરવો પડશે.

PM અર્બન હાઉસિંગ પ્લાન માટે 10 લાખ કરોડ
નાણામંત્રીએ PM અર્બન હાઉસિંગ પ્લાન માટે 10 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન અને રેગ્યુલેશન કરવા માટે નિયમો બનાવવામાં આવશે. સ્ટેમ્પ ડ્યુટી ઘટાડનારા રાજ્યોને પ્રોત્સાહન આપવામાં આવશે. એનર્જી ટ્રાંન્જિશન માટે નવી નીતિ લાવવામાં આવશે. એક કરોડ ઘરો માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. મહિલાઓના નામની નોંધણી પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. નાના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાનગી ક્ષેત્રના સહયોગથી બનાવવામાં આવશે.

મહિલાઓ અને છોકરીઓ માટે રૂ. 3 લાખ કરોડ
મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100 થી વધુ શાખાઓ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે. રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે. વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં કોપર્થી વિસ્તાર અને હૈદરાબાદ-બેંગલુરુ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં ઓરવાકલ વિસ્તારના વિકાસ માટે ફંડ આપવામાં આવશે.

પાંચ કરોડ આદિવાસીઓ માટે અદ્યતન ગામ અભિયાન

આદિવાસી સમુદાયોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન શરૂ કરવામાં આવશે. આ યોજના આદિવાસી બહુમતિ ધરાવતા ગામો અને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આદિવાસી પરિવારો માટે સંતૃપ્તિ કવરેજ પ્રાપ્ત કરશે. આનાથી 63,000 ગામોને આવરી લેવામાં આવશે, જેનાથી 5 કરોડ આદિવાસી લોકોને ફાયદો થશે.

પ્રથમ વખત નોકરી મેળવનારાઓને ભેટ
સરકારે આ વખતે તેની નવ પ્રાથમિકતા નક્કી કરી છે જેમાંથી એક રોજગાર અને કૌશલ્ય વિકાસ છે. તે હેઠળ પહેલીવાર નોકરી કરનારાઓને મોટી મદદ કરાશે.પ્રથમ વખત ઔપચારિક ક્ષેત્રમાં નોકરી શરૂ કરનારાઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે. આ પગાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે. તેની મહત્તમ રકમ 15 હજાર રૂપિયા હશે. EPFOમાં નોંધાયેલા લોકોને આ મદદ મળશે. તેની એલિજિબિલિટી મર્યાદા 1 લાખ રૂપિયા પ્રતિ માસ હશે. તેનાથી 2.10 કરોડ યુવાનોને ફાયદો થશે.

એજ્યુકેશન લોન માટે
જે સરકારી યોજનાઓ હેઠળ કોઈ ફાયદો મળી રહ્યો નથી, તેમણે દેશભરના સંસ્થાનોમાં એડમિશન માટે લોન મળશે. લોનના 3 ટકા સુધી રૂપિયા સરકાર આપશે. તેના માટે ઈ વાઉચર લાવવામાં આવશે, જે દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને મળશે.

સ્પેશિયલ સ્કીમ્સ રાજ્યો માટે
બિહાર અને આંધ્રપ્રદેશઃ આંધ્ર પ્રદેશને 15 હજાર કરોડ અને બિહારને 41 હજાર કરોડ રૂપિયાની મદદ. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ખાસ સ્કીમ.

બજેટની અન્ય મોટી જાહેરાતો
આ ઉપરાંત બજેટમાં અન્ય મોટી જાહેરાતો પણ કરવામાં આવી છે. જેમાં વિષ્ણુપદ મંદિર, ગયા અને મહાબોધિ મંદિર, બોધગયા બંનેમાં કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કાશી વિશ્વનાથ મંદિર માટે બનાવવામાં આવેલા કોરિડોર હેઠળ વિકાસ કરવામાં આવશે. રાજગીર બૌદ્ધ અને જૈન ભક્તો માટે પણ મહત્વપૂર્ણ છે. રાજગીરના યાત્રાધામ વિસ્તારોનો પણ વિકાસ કરવામાં આવશે. નાલંદાને પ્રવાસન કેન્દ્ર તરીકે પણ વિકાસ કરવામાં આવશે. આ સિવાય નેશનલ રિસર્ચ ફંડ શરૂ કરવામાં આવશે. તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જીડીપીના 3.4 ટકા જેટલું રોકાણ કરવામાં આવશે.

મોબાઈલ ફોન 15%, સોનું અને ચાંદી 6% સસ્તા થશે

પ્રોડક્ટ સસ્તું કારણ
ફોન અને ચાર્જર 15% મોબાઈલ ફોનના પાર્ટસ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો
સોનું-ચાંદી 6% સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો
પ્લેટિનમ 6.4% પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો
કેન્સરની દવાઓ કેન્સરની દવાઓમાંથી ડ્યુટી હટી
ઈલેક્ટ્રોનિક સામાન ઓક્સિજન ફ્રી કોપર પર ડ્યુટી ઓછી કરી
દુર્લભ મિનરલ્સ 25 ક્રિટિકલ મિનરલ્સ પર ડ્યુટી ઘટાડી
ફીશ ફીડ 5% ફિશ ફીડમાંથી કસ્ટમ ડ્યુટી ઘટાડી

પ્લાસ્ટિકની વસ્તુઓ મોંઘી થશે

પ્રોડક્ટ મોંઘું કારણ
ટેલિકોમના સામાન 15% બેઝિક કસ્ટમ ડ્યુટી 10%થી 15% કરી
પ્લાસ્ટિક પ્રોડક્ટ 25% કસ્ટમ ડ્યુટી વધી

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles