અમદાવાદ : PCBના સ્ટાફે શનિવારે રાતના સમયે ચાંદલોડિયા અને કુબેરનગરમાં જુગારના દરોડા પાડીને 14 લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ચાદલોડિયામાં આવેલી વારાહી એસ્ટેટની એક ઓફિસમાં નિયમિત રીતે વેપારીઓ સહિત અનેક લોકો જુગાર રમવા માટે આવતા હતા. આ અંગે સરદારનગર અને સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, PCBએ બાતમીના આધારે ચાંદલોડિયામાં આવેલી વારાહી એસ્ટેટમાં પ્લોટ નંબર આઠમાં મારુતિ ગોવિંદમાં પ્રથમ માળમાં આવેલી ઓફિસમાં રેડ કરી હતી.રેડ દરમિયાન ઓફિસમાંથી જુગાર રમતા સાત વ્યક્તિઓ મળી આવ્યા હતા.પોલીસે સાતેય આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી 56,000 રોકડા કબજે કર્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે યોગેશ પંચાલ નામના વ્યક્તિની ઓફિસ હતી અને ત્યાં તેમણે બધા મિત્રોને ભેગા કરીને જુગાર રમાડવાનું શરૂ કર્યું હતું. પોલીસે સાતેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓના નામ
યોગેશ પંચાલ
દીકીન પ્રજાપતિ
નિલેશ પટેલ
રાહુલ શાહ
નિલેશ પટેલ
સુરેશ પટેલ
ભીખા પંચાલ
અન્ય બનાવમાં PCBના સ્ટાફે કુબેરનગર સંતોષીનગરની ચાલીમાં દરોડો પાડીને જુગાર રમી રહેવા સાત લોકોને ઝડપી લીધા હતા.પોલીસે 96 હજારની રોકડ સહિત 1.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બજરંગ તંમચે નામનો વ્યક્તિ નિયમિત રીતે જુગારનો રમાડતો હતો.