Monday, May 4, 2026

અમદાવાદના આ વિસ્તારમાં મહિલાના ઘરમાં ઘૂસી 5 શખસોએ ગળે છરો મૂકી લૂંટ મચાવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે લૂંટના બનાવને પગલે ચકચાર મચી છે. જેમાં શેલામાં એક મહિલાને ગળે છરો મૂકીની ધાક બતાવીને દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હતી. શેલામાં વ્રજ હોમ્સમાં આવીને લૂંટારૂઓએ મહિલાને ધમકી આપીને કહ્યું રૂપિયા આપી દે નહીતર મારી નાખીશું તેમ કહીને લૂંટ ચલાવી હતી.રૂપિયા 4.54 લાખના સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી છે,ચોર ઘરમાંથી લૂંટ કરી ગાડી પણ લૂંટીને ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શેલાના વ્રજ હોમ્સમાં રહેતા ગીતાબેન પટેલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 18 ઓક્ટોબરના રાત્રે તેઓ નીચેના બેડરૂમમાં સૂઈ ગયા હતા. તેમના પતિ તથા દીકરો ઉપરના બેડરૂમમાં સૂઈ ગયા હતા. 19 ઓક્ટોબરના આશરે સવારે 4:45 વાગ્યાના આસપાસ તેમના ઘરની બારીની ગ્રીલ તોડી બારીમાંથી સળીયો કાઢીને પાંચ વ્યક્તિઓ ઘરમાં આવ્યા હતા. જેથી, તેઓ જાગી ગયા હતા. આ પાંચેય તેમના રૂમમાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિના મોઢા ઉપર શર્ટ બાંધ્યો હતો અને બાકીના 4 જણના મોઢા ઉપર રૂમાલ બાંધેલો હતો. આ પાંચેય તેમને હિન્દીમાં કહ્યું હતું કે, રૂપિયા કહા રખા હૈ અને તેમના ગળા ઉપર છરો મૂકીને તેમના કાનમાં પહેરેલી સોનાની કડી, ગળામાં પહેરેલી સોનાની ચેઈન, પગમાં પહેરેલી ચાંદીની સાંકળ કાઢી દીધી હતી.

ત્યારબાદ તેમના બેડરૂમના કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના,મોબાઈલ ફોનની અને રોકડ રકમની લૂંટ કરી હતી. ફક્ત એટલું જ નહીં જતા-જતા તેમણે ગાડીની ચાવી અંગે પૂછીને ગળા ઉપર છરો મૂકીને ગાડીની ચાવી પણ લઈ લીધી હતી. ત્યારબાદ તેમના પાર્કિંગમાં પાર્ક કરેલી વેન્ટો ગાડી પણ આ ચોરો લઈને જતા રહ્યા હતા .જતા જતા કહેતા ગયા હતા કે, કિસી કો બતાયા તો જાન સે માર ડાલેંગે.ચોર ગયા બાદ તેમણે તેમના પતિ અને દીકરાને જાણ કરી હતી. જેથી, તેમના પતિએ 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ 4.54 લાખની લૂંટની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ દ્વારા આસપાસના સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી રહી છે.કોઈ જાણભેદુ એ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું પોલીસને અનુમાન છે.પોલીસે રોડ પરના સીસીટીવી પણ તપાસ અર્થે લીધા છે,ત્યારે ચોરીનો ભેદ જલદીથી ઉકેલાઈ જશે તેવી પોલીસને આશા છે,હાઈવે પરથી લૂંટારૂઓ આવ્યા હોઈ શકે અને ચોરી કરીને હાઈવે તરફથી ગયા હોઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...